MUMBAI COUPLE ARRESTED WITH HYBRID GANJA : ગાંધીનગરમાં દિલ્હીથી બેંગ્લુરુ ડિલીવરી કરવા જઈ રહેલા મુંબઈના દંપતીને 2.38 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડ્યો

MUMBAI COUPLE ARRESTED WITH HYBRID GANJA : ગાંધીનગરમાં દિલ્હીથી બેંગ્લુરુ ડિલીવરી કરવા જઈ રહેલા મુંબઈના દંપતીને 2.38 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડ્યો

MUMBAI COUPLE ARRESTED WITH HYBRID GANJA
MUMBAI COUPLE ARRESTED WITH HYBRID GANJA

MUMBAI COUPLE ARRESTED WITH HYBRID GANJA : ગાંધીનગરના ચિલોડા ખાતે બસમાં દિલ્હીથી બેંગ્લુરુ લઈ જવામાં આવી રહેલા રૂપિયા 2.38 કરોડના ગાંજા સાથે મુંબઈના દંપતિની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આ હાઈ બ્રીડ ગાંજા મુદ્દે ગાંધીનગર ASP આયુષ જૈને પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને માહિતી આપી હતી.

ASP આયુષ જૈને મીડિયાને માહિતી આપતાં જણાવ્યું કે, ગઈ કાલે ચિલોડા પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદ હિંમતનગર હાઈ વે પર એક બસનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં લક્ઝરી બસમાં પાછળ બેઠેલ એક દંપતિની બેગમાંથી હાઈ બ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત 2.38 કરોડ રુપિયા હોવાની માહિતી મળી છે. આ કેસમાં બે આરોપીઓની પકડ કરવામાં આવી છે. આ આરોપીઓ મુંબઈના છે, જેમનું નામ રાશિદ મહેમૂદ શેખ અને સબા રાશિદ શેખ છે, જે બેંગ્લુરુમાં ડિલિવરી કરવાના હતા.

MUMBAI COUPLE ARRESTED WITH HYBRID GANJA : જૈને મીડિયાને આપેલ માહિતી પ્રમાણે હિંમતનગર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ચંન્દ્રાલા નાકા પોઇન્ટ ખાતેથી ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થ (હાઇબ્રીડ ગાંજો) ફુલ વજન 7. 910 કિલોગ્રામ કિ.રૂ. 2,37,30,000/- ના મુદ્દામાલ સાથે ચીલોડા પોલીસ દ્વારા બે આરોપીઓને પકડી આંતરરાજ્ય ડ્રગ્સની હીરાફેરી પકડી પાડવામાં આવી છે. ચંદ્રાલા નાકા પોઇન્ટ ખાતે વાહન ચેકીંગ દરમીયાન બી.આર.ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર AR-01-Q-9393 ની આવતાં તેને રોકવામાં આવી હતી. પોલીસ દ્વારા લક્ઝરી બસનું ચેકીગ કરતા લક્ઝરીની બસની છેલ્લી સીટમાં એક ઇસમ તથા એક મહિલા બેઠેલ હોઇ જેઓને પુછતા પોતે પતિ- પત્નિ હોવાનું જણાવેલ, જેઓની પાસેના થેલાઓ ચેક કરતાં કાળા જેવા કલરના થેલાની અંદર કાળા તથા પારદર્શક પ્લાસ્ટિકની બેગો મળી આવેલ હતી. જેની અંદર હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.

પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આ માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજો હોવાનું જણાયું હતું. દંપતિ પાસેથી મળી આવેલ માદક પદાર્થ હાઇબ્રીડ ગાંજોનું ફુલ વજન 7.910 કિલોગ્રામ કિ.રૂ. 2,37,30,000/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.10,000/- તથા રોકડ રકમ રૂપીયા 430/- તથા ઇન્ડીગો ફલાઇટની બે ટીકીટ તથા બન્નેના આધારકાર્ડ મળી કુલ રુપિયા 2,37,40,430/- ની કિંમતના મુદામાલ સાથે બન્નેને પકડી પાડ્યા હતા અને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો : વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ની ઉજવણી

MUMBAI COUPLE ARRESTED WITH HYBRID GANJA : આરોપીઓએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે બંને મહારાષ્ટ્રના રહેવાસી હોવાનુ જણાવેલ છે. રાશીદ મોહમ્દ યુનૂસ શેખ અને તેની પત્ની સભા રાશીદ શેખની ધરકપકડ કરી છે, આ બંને આરોપીઓ સોનાજીનગર મુંબઈના રહેવાસી છે અને ગાંજાની ડિલિવરી કરવા મુંબઈથી દિલ્હી ફ્લાઇટમાં ગયા હતા. દિલ્હીથી હાઇબ્રીડ ગાંજો લઇને ત્યાંથી ટ્રાવેલ્સ બસમાં બેસી વાયા અમદાવાદ થઇને બેંગ્લુરુ ખાતે ગાંજાની ડીલીવરી આપવા જવાના હતા. બન્ને આરોપીઓ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.એકટ કલમ-8(સી), 20(બી)(ii)(બી),29 મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તથા આગળની વધુ તપાસ એસ.ઓ.જી ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *