ઓપરેશન ‘રેડ હેન્ડ’ : માથાભારે ડોન જયેશ પટેલ લંડનથી ઝડપાયો

જામનગર :

જામનગરના માથાભારે અને માફિયા કહેવાતા જયેશ પટેલની લંડનથી ધરપકડ કરાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બીજી તરફ, જયેશ પટેલના ત્રણ સાગરિતો કોલકાત્તાથી પકડાયા છે. જયેશ પટેલના સાગરિતો હાર્દિક અને દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની કોલકાત્તાથી ધરપકડ કરવામાં આવી છે. જામનગર પોલીસને વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં મોટી સફળતા હાથ લાગી છે. જેમાં કોલકાત્તાથી જયેશ પટેલના મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે. ત્યારે કહેવાય છે કે, ડીએસપી દીપેન ભદ્રનની મહેનત રંગ લાવી છે. છેલ્લા આઠ મહિનાથી દીપન ભદ્રનની મહેનત બાદ લંડનમાં છુપાઈને બેસેલ જયેશ પટેલ આખરે પોલીસ પકડમાં આવ્યો છે. ધારાશાસ્ત્રી કિરીટ જોશીની હત્યા બાદ જામનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, આખરે આ મહેનત રંગ લાવી છે.

જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે તાજેતરમાં ગુજસીટોકની ફરિયાદ નોંધી હતી. જામનગરના કુખ્યાત ડોન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, હત્યા, જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે. જામનગર પોલીસ વડા દિપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે ગુજસીટોકની ફરિયાદ નોંધાયા બાદ ગુજરાત પોલીસે ઓપરેશન જામનગર શરૂ કર્યું હતું. જેમાં પોલીસે જયેશ પટેલના સાગરિતોની પકડી પાડવાનું ઓપરેશન હાથ ધર્યુ હતું. આ પહેલા ગત ઓક્ટોબર મહિનામાં ગુજરાત ATS અને જામનગર SOG એ સંયુક્ત ઓપરેશન કરી રજાક ઉર્ફે રજાક સોપારી ચાવડાની અટકાયત કરી હતી. કુખ્યાત જયેશ પટેલ ઉપર ગુજસીટોક સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *