
ગોંડલ: રાજકોટના કાલાવડ રોડ ઉપર કણકોટ ના પાટીયા પાસે રહેતા અને સિક્યુરિટીનું કામ કરતા અમરુંભાઈ હકુભાઇ ખુમાણ ઉંમર વર્ષ 32 ભાણેજ શિવરાજભાઈ આપાભાઈ દેસાઈ સાથે હીરો હોન્ડા મોટર સાયકલ GJ17L 1195 પસાર થઇ રહ્યા હતા ત્યારે જામવાળી ગામ સામે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે દોડી આવતી ઓટો રિક્ષા GJ16Y 3356 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મામા ભાણેજ ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન શિવરાજ ભાઈનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ipc કલમ 279 337 304 ક તથા એમ વી એકટ કલમ 177 184 119 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.