સ્ટાર્ટ અપ જ નહિ, માઈક્રોસોફ્ટ, ગૂગલ પણ નોકરીઓ ઓછી કરશે

સ્ટાર્ટ અપ જ નહિ, માઈક્રોસોફ્ટ, ગૂગલ પણ નોકરીઓ ઓછી કરશે

દિગ્ગજ સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે પોતાના કર્મચારીઓને મોટો આંચકો આપ્યો છે. કંપનીએ વિભિન્ન ક્ષેત્રોમાં 1800 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ છટણી માળખાકીય ગોઠવણ તરીકે કરવામાં આવી છે. માઈક્રોસોફ્ટ નવા કર્મચારીઓની ટૂંક સમયમાં નિયુક્તિ કરશે. 

1%થી ઓછા સ્ટાફની છટણી

માઈક્રોસોફ્ટે કહ્યું કે, તમામ કંપનીઓની જેમ અમે પણ નિયમિત ધોરણે અમારી બિઝનેસ પ્રાથમિકતાઓનું મૂલ્યાંકન કરીએ છીએ. અને તે પ્રમાણે માળખાકીય ગોઠવણી કરીએ છીએ. માઈક્રોસોફ્ટના જેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે તે કુલ સ્ટાફના 1%થી પણ ઓછા છે. માઈક્રોસોફ્ટમાં 1.8 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. જેમાંથી 1800 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે.

વિશ્વભરમાં થઈ છે છટણી

કન્સલ્ટિંગ, કસ્ટમર અને પાર્ટનર સોલ્યુશન્સ સહિત વિશ્વભરના વિવિધ ક્ષેત્રોમાં નોકરીમાં કાપ મૂકવામાં આવ્યો છે. માઈક્રોસોફ્ટે વધુમાં જણાવ્યું હતું કે, છટણી છતાં તે અમારા વ્યવસાયમાં રોકાણ કરવાનું ચાલુ રાખવાની અને આગામી વર્ષમાં એકંદર વર્કફોર્સ વધારવાની યોજના બનાવી રહ્યા છે.

દિગ્ગજ કંપની ગૂગલના કહેવા પ્રમાણે વર્ષ 2022ના બાકીના સમયગાળા માટે તે ભરતી પ્રક્રિયાને ધીમી પાડી દેશે. CEO સુંદર પિંચાઈએ એક જાહેરાતમાં કર્મચારીઓને કહ્યું કે, કંપની હજુ પણ પોતાના મહત્વપૂર્ણ અવસરોનું સમર્થન કરશે. એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને ભરતી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Snapchatએ પણ કહી આ વાત

ગૂગલ પોતાના રેવેન્યુ ટાર્ગેટને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. Snapchat ની મૂળ કંપની Snapએ પણ જાહેરાત કરી છે કે, તે ભરતી પ્રક્રિયાને ધીમી કરશે. અબજોપતિ એલોન મસ્કની માલિકીની ટેસ્લાએ પણ આ વર્ષની શરૂઆતમાં તેના કેટલાક કર્મચારીઓને પણ મૂક્યા હતા.

એલોન મસ્ક કામ બાબતે ખૂબ જ આકરા છે 

તમને જણાવી દઈએ કે, એલોન મસ્ક પોતાની કંપનીમાં કામ કરવા બાબતે ખૂબ જ આકરા છે. તેમણે વર્ક ફ્રોમ હોમ કેન્સલ કરીને તમામ કર્મચારીઓને શક્ય તેટલી વહેલી તકે ઓફિસમાં જોડાવા માટે ફરમાન જારી કર્યું હતું. તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે, જો કોઈ તેના આદેશને માનવા તૈયાર ન હોય તો તે ઘરે જઈ શકે છે. આ વખતે એલોન મસ્ક ફરીથી પોતાના કર્મચારીઓ અને કામને લઈને ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *