NEET UG 2025 : (NTA) એ સત્તાવાર રીતે NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં બે ગુજરાતી

NEET UG 2025 : (NTA) એ સત્તાવાર રીતે NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં બે ગુજરાતી

NEET UG 2025
NEET UG 2025

મેડિકલ વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર રીતે NEET UG 2025 નું પરિણામ જાહેર કરી દીધું છે.

લાખો મેડિકલ વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સત્તાવાર રીતે NEET UG 2025 નું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે પરીક્ષા આપનારા લગભગ 21 લાખ વિદ્યાર્થીઓ માટે આ એક મોટો દિવસ છે. ટોપ 10માં બે ગુજરાતીનો સમાવેશ થયો છે.

NEET UG 2025

પરીક્ષામાં બેસનારા બધા ઉમેદવારો NTA neet.nta.nic.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ અને સ્કોરકાર્ડ ચકાસી શકે છે. પરિણામ ફક્ત ઓનલાઈન મોડમાં જ ઉપલબ્ધ થશે.

આ વર્ષે પરીક્ષામાં રેકોર્ડ 20.7 થી 21 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી અને 3 જૂને પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી, જેના પર 5 જૂન સુધી વાંધા નોંધાવી શકાય છે.

તમારું પરિણામ આ રીતે તપાસો, સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ., હોમપેજ પર “NEET UG 2025 પરિણામ” ની લિંક પર ક્લિક કરો.

હવે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સુરક્ષા પિન દાખલ કરીને લોગિન કરો. તમારું સ્કોરકાર્ડ અને રેન્ક સ્ક્રીન પર દેખાશે. પરિણામ ડાઉનલોડ કરો.

પરિણામ જાહેર થયા પછી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. કાઉન્સેલિંગમાં, ઉમેદવારોને તેમના રેન્ક, સ્કોર અને શ્રેણીના આધારે MBBS, BDS અથવા અન્ય મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મળશે. આ માટે, MCC (મેડિકલ કાઉન્સેલિંગ કમિટી) ટૂંક સમયમાં કાઉન્સેલિંગ શેડ્યૂલ જાહેર કરશે.

ટોચના 10 ઉમેદવારોની યાદીમાં, 3 ઉમેદવારો દિલ્હીના છે. બે ઉમેદવારો ગુજરાતના અને બે મહારાષ્ટ્રના છે. એક-એક પંજાબ અને મધ્યપ્રદેશનો છે. તમને જણાવી દઈએ કે NEET UG પરીક્ષા માટે 2276069 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 2209318 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં બેઠેલા 2209318 ઉમેદવારોમાંથી કુલ 1236531 સફળ થયા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *