FORECAST IN GUJARAT : હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું

FORECAST IN GUJARAT : હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું

FORECAST IN GUJARAT
FORECAST IN GUJARAT

FORECAST IN GUJARAT : રાજ્યમાં મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે શનિવારે (14 જૂન) સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

FORECAST IN GUJARAT : આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

FORECAST IN GUJARAT : હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે રવિવારે (15 જૂન) 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે અતિભારને વરસાદને પગલે ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં 16 જૂને રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગીજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, 15-16 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.

17 જૂનના રોજ રાજ્યના 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં 18 જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, નવસાડ અને 19 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *