નલિયા કોર્ટે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાઈ રિમાન્ડની માંગ કરાતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

દેશના વિવિધ રાજ્યમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્વોઈનું કનેક્શન પાકિસ્તાનથી ખુલ્યું છે તેમને જણાવી દઈએ કે,  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લવવામાં આવ્યો હતો. ત્યારબાદ નલિયા કોર્ટેમાં રજૂ કરાઈ રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSએ લોરેન્સ બિશ્નોઈને કચ્છ લાવી હતી અને માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં કોર્ટ સમક્ષ તેના રિમાન્ડની માંગણી કરી હતી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ નલિયા કોર્ટે મંજૂર કર્યા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત ATSએ લોરેન્સ બિશ્નોઈને પૂછપરછ માટે કચ્છ લાવી છે જે માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે

600 કરોડના 120 કિલો હેરોઇનનો કેસ

રૂપિયા 600 કરોડના 120 કિલો હેરોઇનના કેસમાં લોરેન્સનું નામ ખુલ્યું હતુ તેમજ પાકિસ્તાનથી આવેલા કન્સાઈમેન્ટમાં રાજસ્થાનના ડ્રગ્સ માફિયાનું નામ પણ ખુલ્યું હતું. જે મામલે લોરેન્સ બિશ્નોઈને લઈ ગુજરાત ATS કચ્છ પહોચી અને માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં બિશ્નોઈને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. નલિયા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે

ગુજરાત એટીએસેએ કસ્ટડી મેળવી
આપને જણાવી દઈએ કે,  ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે અગાઉ 6 પાકિસ્તાની આરોપી સહિત 8 લોકોની દબોચી લીધા હતાં. ગુજરાત એટીએસ હવે પ્રોડક્શન વોરેન્ટ જાહેર કરી ગુજરાતના NDPSના એક કેસમાં પૂછપરછની માંગ કરવામાં આવી હતી જે પૂછપરછ મામલે ગુજરાત એટીએસેએ પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં પૂછપરછ માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજુર કરી દીધી હતી. લોરેન્સની કસ્ટડી હવે ગુજરાત એટીએસે લીધ અને તેની હવે સઘન પૂછપરછ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *