કર્ણાટકમાં બે સપ્તાહમાં ત્રણ હત્યા, મેંગાલુરુમાં 144 લાગુ, 12ની ધરપકડ

કર્ણાટકમાં છેલ્લા બે સપ્તાહમાં ત્રણ હત્યાઓની ઘટના સામે આવી છે. એક પછી એક હત્યાની ઘટનાને પગલે મેંગાલુરુમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. સાથે જ કર્ણાટકના મુખ્યમંત્રી દ્વારા સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવવા માટે રિવ્યૂ મીટિંગ યોજવામાં આવી હતી. ખાસ કરીને કર્માટક અને કેરળ સરહદે વિવાદને લઇને મુખ્યમંત્રી દ્વારા આ બેઠક યોજવામાં આવી હતી.

  

મંગળવારે રાત્રે ભાજપ યુવા મોર્ચાના એક્ટિવિસ્ટ પ્રવીણ નેટ્ટારની હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે ગુરુવારે રાત્રે મોહમ્મદ ફાઝિલની પણ હત્યા થઇ ગઇ હતી.  ગુરુવારે રાત્રે સુરાતકાલ જિલ્લામાં રાત્રે થયેલી હત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ હત્યામાં ચારથી પાંચ લોકો સામેલ છે. જેને પગલે સુરાતકાલમાં ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. અને અત્યાર સુધીમાં આ સિલસિલેવાર હત્યાકાંડમાં ૧૨થી ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ એક દિવસ માટે આ  વિસ્તારમાં દારુની બધી જ દુકાનોને બંધ કરાવી હતી. 

પોલીસે જણાવ્યું હતું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે બધા જ મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરી હતી કે તેઓ શુક્રવારની નમાઝ પોતાના ઘરે પઢે. સાથે જ પોલીસે અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે જાહેર મંચ પર કોઇ પણ પ્રકારની હિંસા થાય તેવા નિવેદનો ન આપવા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *