
મધ્ય પ્રદેશના કેટલાય જિલ્લામાં થઈ રહેલા વરસાદના કારણે નદી,નાળા અને બાંધનું જળસ્તર વધી ગયું છે. આ તમામની વચ્ચે ધાર જિલ્લામાં ધામનોદના કોઠિડા ગામમાં બનેલા માટીનો બાંધ તૂટ્યો હોવાના સમાચાર આવ્યા છે. ગુરુવારે બાંધમાં લીકેજ થવાની સૂચના મળ્યા બાદ કેટલાય ગામોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મામલાને પ્રશાસન અને જળ સંસાધન વિભાગે ગંભીરતાથી લેતા કહ્યું કે, પાણીનું લીકેજ રોકવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી, કહેવાય છે કે, તેમાં હાલમાં લગભગ 295 મીટરનું જળસ્તર પહોંચી ગયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરી પાસે ભારૂડપુરા નવનિર્મિત ડેમમાં લીકેજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો વળી બાંધમાં લીકેજના સમાચાર મળ્યા બાદ ઈંન્દૌર મુંબઈ માર્ગ, ધામનોદથી માનપુર સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તો વળી મહેશ્વરથી ધામનોદ બડવી તરફ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રશાસને ગુજરી, કાકડદા, મક્સી, મેલખેડી, ગડી, કાંકરિયા, નયાપુરા, બડવી ખરાડી સહિત 11 ગામોમાં નિચાણવાળા વિસ્તારને ખાલી કરાવાના આદેશ આપ્યા છે.
શુક્રવારે તમામ ગામને ખાલી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ડેમ લીકેજ થવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કેવી રીત ડેમમાંથી માટી નીચે પડી રહી છે. ગુરૂવારથી પાણી લીકેજ રોકવા માટે પ્રશાસન સતત કોશિશ કરી રહ્યું છે. લીકેજની જાણકારી મળ્યા બાદ કલેક્ટર અને એસપી ઘટના સ્થળે પહોંચીની સમીક્ષા કર્યા બાદ ડેમની આજૂબાજૂના ગામોને ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર માટીમાંથી બધેલા આ ડેમનું નિર્માણ લગભગ 304 કરોડના ખર્ચે થયું છે. જો કે, ધારાસભ્યોએ વાહીયાત બાંધકામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. કોઠીદામાં કારમ મધ્યમ સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત તેનું બાંધકામ થયું હતું. તો વળી ગામલોકોએ આરોપ લગાવ્યો છે કે, અધિકારીઓએ ડેમ માટે ખોટો સર્વે કર્યો હતો. ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે, આ ડેમના નિર્માણથી સિંચાઈની સારી એવી સુવિધા મળશે.