
પાટિયા ગ્રુપ હળવદ તથા હળવદ શહેર યુવા ભાજપ દ્વારા MLA ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબિરનું આયોજન
પાટિયા ગ્રુપ હળવદ તથા હળવદ શહેર યુવા ભાજપ દ્વારા MLA ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબિરનું આયોજન
પાટિયા ગ્રુપ હળવદ અને હળવદ શહેર યુવા ભાજપના સંયુક્ત ઉપક્રમે હળવદ–ધાંગધા વિસ્તારના લોકપ્રિય MLA ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાના જન્મદિવસ નિમિત્તે મહા રક્તદાન શિબિર તથા રક્તતુલા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જન્મદિવસની ઉજવણીને સેવા અને સંવેદનાના ભાવ સાથે ઉજવતા, હળવદ શહેર ભાજપ સંગઠન દ્વારા સંગઠિત રીતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવાની ભાવના વ્યક્ત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી હળવદ શહેર ભાજપ પ્રમુખ શ્રી તપનભાઈ દવે તથા તેમની ટીમે સંભાળી હતી. કાર્યક્રમમાં હળવદ શહેર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ફોરમબેન વિશાલભાઈ રાવલ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, નગરપાલિકાના ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, હળવદ ચીફ ઓફિસર તુષારભાઈ જાલરીયા , ભાજપ ના વરિષ્ઠ નેતા બીપીનદાદા દવે તેમજ વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે “છોટી કાશી” તરીકે ઓળખાતા હળવદ શહેરના શણેશ્વર મહાદેવ મંદિરે MLA ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાની રક્તતુલા કરી ભગવાન શિવના આશીર્વાદ સાથે જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ MLA ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના દીર્ઘાયુ તથા ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી હતી.