LIQUOR BOTTLES NEAR POLICE STATION : રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની બાજુમાં જ દારૂની બોટલો મળી આવી છે.

LIQUOR BOTTLES NEAR POLICE STATION : રાજકોટમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની બાજુમાં જ દારૂની બોટલો મળી આવી છે.

LIQUOR BOTTLES NEAR POLICE STATION
LIQUOR BOTTLES NEAR POLICE STATION

થોડા દિવસ પહેલાં રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ખખડધજ હાલતમાં પડેલી એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી, ત્યારે આવો જ એક વધુ કિસ્સો હાલ રાજકોટ શહેરના યુનિવર્સિટી કેમ્પસ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં યુનિવર્સિટી કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દીવાલ પાછળથી સાત ખાલી દારૂની બોટલો મળી આવતાં અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

રાજકોટમાં શિક્ષણના ધામ તરીકે ઓળખાતા યુનિવર્સિટી કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દીવાલ પાછળથી સાત ખાલી દારૂની બોટલો મળી આવી છે. આ યુનિવર્સિટી કેમ્પસમાં રાત્રિના આઠ વાગ્યા બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સિવાય અન્ય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. ત્યારે કડક વ્યવસ્થાઓ હોવા છતાં કેમ્પસની અંદરથી દારૂની ખાલી બોટલો મળવી એ આશ્ચર્યજનક છે.

LIQUOR BOTTLES
LIQUOR BOTTLES

ખાસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દીવાલને અડીને જ બોટલો મળી આવતાં, પોલીસની દેખરેખ અને પેટ્રોલિંગ અંગે પણ ગંભીર શંકાઓ વ્યક્ત થઈ રહી છે. કેમ્પસમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડની હાજરી હોવા છતાં આવી ઘટનાઓ સામે આવવી તે સુરક્ષા વ્યવસ્થાને ‘શોભાના ગાંઠિયા’ સમાન બનાવી રહી છે. જેથી આવી પ્રવૃત્તિઓ કેવી રીતે અને કોની નજર હેઠળ ચાલી રહી છે, તે બાબતે તંત્રની કામગીરી પર સવાલો ઊઠી રહ્યા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *