આદિપુર લીલાશા કુટિયા કોવીડ કેર સેન્ટરની મુલાકાતે રાજયમંત્રીશ્રી : સૌ સાથે મળી કોરોનાને માત આપીએ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આજરોજ આદિપુર ગાંધીધામ ખાતે લીલાશા કુટિયા કોવીડ કેર સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

પ્રવર્તમાન સમયમાં વધતા કોવીડ-૧૯ના સંક્રમણને જોતા પૂર્વ કચ્છ અને ગાંધીધામ ખાતે હોસ્પિટલો અને કોવીડ કેર સેન્ટરની સગવડો અને દર્દીઓની જાત મુલાકાતે રાજયમંત્રીશ્રી આહિર પ્રવાસે હતા. તેમણે તાજેતરમાં લીલાશા કુટિયા કોવીડ કેર સેન્ટર ખાતે ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૫૦ બેડમાં ઓકિસજનની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમણે દર્દીઓને શુભેચ્છા પાઠવી હતી. રાજયમંત્રીશ્રીએ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.સુતરીયા તેમજ પ્રાંત અધિકારી ડો.વિમલ જોશી અને કેર સેન્ટરના કર્મીઓ સાથે વિગતે પૃચ્છા કરી હતી. તેમજ આ કપરા સમયમાં કોવીડ-૧૯ના યૌધ્ધા તરીકે કામગીરી કરતા તેમને સૌને બિરદાવ્યા પણ હતા. આ તકે રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોવીડ-૧૯ માટેની રેમડેસીવર રસી અને જરૂરી વધુ વ્યવસ્થા સરકારી હોસ્પિટલોનો પુરવઠો પુરો પાડવા તંત્રને મેં સૂચિત કરી દીધું છે. આ તકે કોવીડ કેર સેન્ટરના અને તાલુકા આરોગ્યના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *