MANDVI : માંડવી જૈન સમાજનું ગૌરવ વધારતી ડૉ.રિયા કૌશિકભાઈ શાહ

MANDVI : માંડવી જૈન સમાજનું ગૌરવ વધારતી ડૉ.રિયા કૌશિકભાઈ શાહ

MANDVI
MANDVI
MANDVI : માંડવી શહેરની જાણીતી એઈમ્સ અંગ્રેજી માધ્યમ ની સ્કૂલ ની સાયન્સ ની તેજસ્વી છાત્રા રિયા કૌશિકભાઈ શાહ એમ.બી.બી.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરીને ડૉ.રિયા કૌશિકભાઈ શાહે માંડવી ની એઈમ્સ સ્કૂલ અને માંડવી ના જૈન સમાજનું ગૌરવ વધારેલ છે.
 
MANDVI : ડૉ. રિયા કૌશિકભાઈ શાહ એ માંડવી ની 33 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી ના કાયમી દાતા અને પૂર્વ પ્રમુખ, માંડવી ના જાણીતા અને સેવાભાવી સર્જન, હર્નીયા નાં ઓપરેશન માં લિમ્કા બુકમાં સ્થાન પ્રાપ્ત કરનાર તથા જૈન સમાજના પ્રતિષ્ઠિત સમાજ રત્ન એવોર્ડ અને કચ્છ શક્તિનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા ભાગ્યશાળી બનનાર ડૉ.કૌશિકભાઈ શાહ તેમજ માંડવીની અંગ્રેજી માધ્યમ ની એઈમ્સ સ્કૂલના આચાર્યા અને કચ્છ શક્તિનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવવા ભાગ્યશાળી બનનાર ડૉ. કિંજલબેન કૌશિકભાઈ શાહ ની સુપુત્રી થતી હોવાનું માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી અને રાજ્ય/ રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
 
MANDVI : મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડૉ .ચંદ્રકાંતભાઈ ચોથાણી,અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે ડૉ.રિયા કૌશિકભાઈ શાહ ને અભિનંદન પાઠવી અને ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરવા શુભેચ્છા પાઠવી હતી.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *