MURDER : આફ્રિકાના મોઝામ્બિકમાં પોરબંદરના અપહૃત યુવાનની કરપીણ હત્યા

MURDER : આફ્રિકાના મોઝામ્બિકમાં પોરબંદરના અપહૃત યુવાનની કરપીણ હત્યા

MURDER
MURDER

MURDER : પોરબંદરના યુવાનનું ત્રીજી માર્ચે મોઝામ્બિકમાં અંધાધુંધ ગોળીબાર કરીને અપહરણ થયું હતું તેનો મૃતદેહ મળી આવ્યો છે તેની હત્યા થયાનું બહાર આવ્યું છે અને મૃતદેહને પોરબંદર લાવવામાં આવતા અંતિમ વિધિની કાર્યવાહી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાત ઈસમોને પકડી લેવામાં આવ્યા છે જેમાં બે પોલીસ એજન્ટનો પણ સમાવેશ થાય છે. મોઝામ્બિક રહેતા મૂળ પોરબંદરના યુવાન વિનય સોહનભાઇ સોનેજીનું મોઝામ્બિક માં સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા ફાયરીંગ કરી અપહરણ બાદ હત્યા થઈ હોવાની દુ:ખદ ઘટના સામે આવી હતી. ત્યારે વિદેશ મંત્રાલયની મદદથી યુવાનના મૃતદેશને પોરબંદર સ્થિત ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મોઢવાડિયાએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.

MURDER : મૂળ પોરબંદરના 36 વર્ષીય વિનય સોહનભાઇ સોનેજી મોઝામ્બિકના માપુટો ખાતે રહેતા હતા અને છેલ્લા 16 વર્ષ થી ત્યાં જનરલ સ્ટોર ચલાવતા હતા. ગત ૩ માર્ચના રાત્રી ના 8.10 વાગ્યે તેઓ પોતાની ગેના ગેના નામનો આ સ્ટોર વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ એક કારમાં કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને કારમાંથી બે શખ્શો હથિયાર સાથે ઉતર્યા હતા અને વિનયભાઈની પાછળ દોડીને અંધાધૂંધ ફાયરીંગ કરી અપહરણ કર્યુ હતું.

MURDER : અપહરણકારોએ પીડિત પરિવાર પાસેથી બે મિલિયન મેટિકાઈસ (વર્તમાન વિનિમય દરે આશરે 31,000 (US ડોલર) ની ખંડણી માંગી હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કોઈ પૈસા ચૂકવવામાં આવ્યા હતા કે નહીં. પણ ખંડણી માંગ્યાના થોડા સમય પછી, ટોળકીએ તેમના પીડિતની હત્યા કરી દીધી. તેમનો મૃતદેહ ગુઇજાના ચિવોંગોએન વિસ્તારમાં એક છીછરી કબરમાંથી મળી આવ્યો હતો. સંબંધીઓએ મૃતદેહને ઓળખી કાઢ્યો હતો. ત્રણ અપહરણકારોને તેમના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં કુલ સાત શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી. જેમાં બે પોલીસ એજન્ટોનો પણ સમાવેશ થાય છે. યુવાનનો મૃતદેહને પોરબંદર લવાયા બાદ તેના પરિવારજનોએ એવું જણાવ્યું હતું કે રિ-પોસ્ટ મોર્ટમ થવું જોઈએ. પરંતુ એ પ્રકારની વિધિ શક્ય નહીંં હોવાથી ભાવસિંહજી હોસ્પિટલ ખાતેથી મૃતદેહ ને લઈ જવાયો હતો અને અંતિમવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *