ગાંધીધામના ફાઈનાન્સર સામે ફરિયાદ ન નોંધાતાં માંડવી પી.આઈ. સામે ફરિયાદ

ગાંધીધામના ફાઈનાન્સર સામે ફરિયાદ ન નોંધાતાં માંડવી પી.આઈ. સામે ફરિયાદ

ગાંધીધામના ફાઈનાન્સરને ગોવાના કેસમાં રાહત મળી છે ત્યારે આ શખ્સે માંડવીમાં પણ બળાત્કાર ગુજાર્યો હોવાની અરજી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી ફરિયાદ નોંધાવાઈ નથી.

સૂત્રો થી મળતી માહિતી મુજબ આ મામલે ગુજરાત લડાયક મંચ દ્વારા માંડવીના પી.આઈ. સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મંચ દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવ્યા પ્રમાણે સી.આર.પી.સી. કલમ 154(1) મુજબ માંડવીના પી.એસ.આઈ. શ્રી યાદવે ત્રણ દિવસ પુર્વે પીડીતાનું નિવેદન લીધું હતું, તેમ છતાં પણ આરોપી અનંત તન્ના સામે બળાત્કાર સહિતની કલમો તળે ગુનો નોંધવામાં આનાકાની કરાય છે. શું પોલીસને વિવિધ કલમોની જોગવાઈઓ વિશે જાણ નથી ? અનંત તન્ના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આનાકાની કેમ કરાય છે તેવો સવાલ ઉઠાવાયો છે. ગુનો દાખલ ન કરવા માટે મોટી રકમ ચુકવવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંનત તન્નાએ હનીટ્રેપ મામલે 8 જણા સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે તેની સામે ગોવા બાદ માંડવીમાં બળાત્કારનો કેસ બહાર આવતાં ચકચાર જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *