MANDVI NEWS : માંડવી શહેરમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્ષ આવવાના કારણે કોંગ્રેસ દ્વારા માંડવી નાગર પાલિકા ખાતે ગેરાવ કરી આક્રોશ સાથે વિરોધ કરાયો હતો . વિરોધ દરમિયાન માંડવી નગર પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં તોડફોડ કરવામાં આવી હતી.

MANDVI NEWS : માંડવી નગર પાલિકા પ્રમુખ કે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાના કારણે તોડફોડ કરવામાં આવી હોવાની વાત કોંગ્રેસે કરી હતી. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, માંડવી પોલીસની હાજરીમાં જ તોડફોડ કરવામાં આવી હતી. પાણી,ગટર,સફાઈ તમામ મુદ્દાને લઈને કોંગ્રેસના કાર્યકરો આજે રજૂઆત કરવા માટે માંડવી નગર પાલિકા પહોંચ્યા હતી પંરતુ પાલિકામાં કોઈ પણ જવાબદાર અધિકારી ન હોવાથી તેઓ ગુસ્સે ભરાયા હતા અને બાદમાં તોડફોડ કરી હતી.નગર પાલિકા પ્રમુખ ના ચેમ્બર નો કાચ તોડી અન્ય સામગ્રી ને નુકાશન કરવામાં આવ્યું છે.
MANDVI NEWS : કોંગ્રેસ જ નહીં જનતામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી લોકો રોષે ભરાયા છે. આ જનતાનો આક્રોશ છે. તો આ ઘટના અંગે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કહ્યું કે, વિરોધ કરવાની એક પદ્ધતિ હોય છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ શાંતિથી રજૂઆત કરવી જોઈએ.કોંગ્રેસને પ્રજા ઓળખી ગઈ છે.
MANDVI NEWS : નગરપાલિકા હેડકલાર્ક દ્વારા પોલીસ ને લેખિત માં કરાઈ ફરિયાદ

