માંડવી માં વરસાદ નો જોર વધતા નગરપાલિકા કર્મચારીઓ સતર્ક

માંડવી તાલુકાના ડોણ, રાયણ અને દુર્ગાપુર ગામે સવારથી વરસાદ પડવાને કારણે શહેરના ટોપણસર તળાવમાં નવા પાણીની આવક ચાલુ થઈ ગઈ હતી.

માંડવી નગરપાલિકા હેડ ક્લાર્ક કાનજી શિરોખાના માર્ગદર્શન હેઠળ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે રાયણ પાટીએ દરવાજા બંધ કરવાની કામગીરી ભુપેન્દ્ર સલાટ, હશન ચાકી, અવનિશ કેરાઈ, કરણ મહેશ્વરી અને લવેશ જોષી જે. સી. બી. વાહન સાથે પહોંચી ગયા હતા. તો બીજી તરફ સેનિટેશન ઇન્સ્પેક્ટર મુકેશ ગોહિલ, મનજી પરમાર, જયેશ ભેડા તેમજ જમાદાર મોહન પરમાર વગેરે શહેરમાં પાણીથી મુશ્કેલી ન પડે તે માટે ટીમોને તૈનાત રાખી હતી.

માંડવી નગરપાલિકા દ્વારા નોંધાયેલ વરસાદ

અગાઉનો ૯૦૫ મિ.મી.
આજનો ૦૪૭ મિ.મી.
કુલ. ૯૫૨ મિ.મી.
નોંધ :- તારીખ ૧૫/૦૯/૨૦૨૨ ના બપોર ના ૧૨=૦૦ કલાક સુધીમાં નોંધાયેલ છે.
માંડવી નગરપાલિકા ( કચ્છ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *