
માંડવી શહેર ના વૉર્ડ નં. ૬ સુકન્યા સમૃદ્ધિ યોજના ના નવા ૫૧ ખાતા ની પાસબુક વિતરણ કરવામાં આવ્યું
માંડવી શહેર ના વૉર્ડ નં. ૬ સુકન્યા સમૃદ્ધિ યોજના ના નવા ૫૧ ખાતા ની પાસબુક વિતરણ કરવામાં આવ્યું
માંડવી શહેર ના વૉર્ડ નં. ૬ ના બહુચરાજી માતાજી મંદિર ના સાનિધ્યમાં નગર સેવક ગીતાબેન પંકજ રાજગોર આયોજીત ભારત ના આદર્શ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પુરસ્કૃત “મારી દિકરી સમૃદ્ધ દિકરી” યોજના અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજના ના નવા ૫૧ ખાતા ની પાસબુક વિતરણ કરવામાં આવેલ હતું.
કચ્છ ભાજપ ના મહામંત્રી અનિરૂદ્ધ ભાઇ દવે ના ઘરે દોહિત્રી જન્મ ની ખુશાલીમાં એમના તરફ થી ૫૧ દિકરી ઓ ના પ્રથમ હપ્તા (પ્રત્યેક દિકરી ના ૨૫૦ ₹) ની રકમ સોગાત તરીકે આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં વૉર્ડ ના નગર સેવક ગીતાબેન પંકજ રાજગોર દ્વારા અનિરૂદ્ધ ભાઇ દવે નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોસ્ટ ઓફિસ ના કરશનભાઇ ગઢવી એ સુકન્યા સમૃદ્ધિ યોજના ની સંપૂર્ણ માહિતી આપી હતી.

માંડવી શહેર ભાજપ ના ઉપપ્રમુખ મિતેશભાઇ મહેતા, મુકેશ ભાઇ ભાનુશાલી સાથે માંડવી શહેર યુવા ભાજપ ના પ્રથમ પ્રમુખ દિપક ભાઇ ગોહિલ મંચસ્થ રહ્યા હતા.
આ કાર્યક્રમ નું સંચાલન મહંમદ ભાઇ ઘાંચી એ કર્યું હતું અને આભાર દર્શન વૉર્ડ નં. ૬ ના નગર સેવક મરીયમબેન રોહા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ની સાથે ભારત ના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત સાંભળવા મા આવ્યો હતો અને કાર્યક્રમ ની પુર્ણતા બાદ વૉર્ડ નં. ૬ ના ભાજપ ના કાર્યકરો સાથે ટિફીન બેઠક કરી સમુહ ભોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા પંકજ કે.રાજગોર એ જહેમત ઉપાડી હતી