
MANDVI: માંડવી સલાયા મધ્યે ‘એક શામ સૈયદ હાજી અહમદશા બાવા કે નામ’ની તડામાર તૈયારીઓ
MANDVI માંડવીના સલાયામાં તા. 1/5ના યોજાનારા ‘એક સામ સૈયદ હાજી અહમદશા બાવા કે નામ’ કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં મુફતી એ આઝમ કચ્છનું મરણોત્તર સન્માન કરાશે તેમજ કચ્છમાં પ્રથમ વખત જાણીતા આલીમો એક સાથે સ્ટેજ પર તકરીર ફરમાવશે.

ઐતિહાસિક કાર્યક્રમમાં મુફતી એ આઝમ કચ્છનું મરણોત્તર સન્માન કરાશે
MANDVI હાજી જુમા રાયમા દ્વારા કોમી એકતાના મસીહા હઝરત સૈયદ હાજી અહમદશા બાવાને શ્રધ્ધાંજલિ આપવા યોજાનારા કાર્યક્રમ વિશે વિગતો આપતાં આયોજક રાયમા સમાજના પ્રમુખ મોલાના સીધીક રાયમાએ જણાવ્યું હતું કે, કચ્છમા પ્રથમ વખત મશહૂર આલીમો ગાજીએ મીલ્લત હઝરત સૈયદ મોહમદ હાસમી મીયા તથા ખતીબે હીંદ મૌલાના ઓબેદુલ્લાહ ખાન આઝમી એક સાથે સ્ટેજ પર તકરીર ફરમાવશે. સૈયદ અહમદશા બાવાએ કરેલી સેવાઓને યાદ કરી દોઢ કીલો ચાંદીની પ્લેટ પર તેમના કરેલ કામોને લખી તેમના પુત્રોને સાદાત તથા ઉલેમા કીરામના હસ્તે આપવામા આવશે.
સુન્ની ભડાલા જમાત સલાયા MANDVI ના અધ્યક્ષ હાજી અહમદ જુણેજા, મખદુમ ઈબ્રાહીમ દરગાહ કમીટીના હાજી આદમ થૈમ (ભોલુ પટેલ), અન્જુમને ઈસ્લામ ના અધ્યક્ષ સાજીદ માણેક, ખિદમતે ખલ્ક ગૃપના અધ્યક્ષ ગુલામ હુશેન સમેજા, કારવાને નિઝામે મુસ્તુફા ના અધ્યક્ષ હાજી આમદ આગરીયા (આમદુ શેઠ), તન્વીરે ઈસ્લામ કમીટીના અધ્યક્ષ મુસ્તાકભાઈ, નુસરત એજ્યુકેશન કમીટીના અસગર નુરાની સૈયદ અનુ બાપુ , હસન રાયમા દાઉદ બોલીયા, સલીમ જત, યુસુફ સોનારા, હાજી યાકુબ સોનારા, મહમદ આગરીયા, સાદીક રાયમા હુશેન આગરીયા, યાકુબ ધારાણી, હસન માડવાણી સુલતાન આગરીયા, હાજી રાયમા, સમસુલ રાયમા, સુલતાન રાયમા, હસમત પઠાણ, ઈકબાલ મંધરા, અલાના સુમરા સહીત લોકો સહયોગ આપી રહ્યા છે.
MANDVI : કચ્છના સૈયદ સાદાત ઉલેમા એ કીરામ સાથે સુન્ની ઉલેમા કાઉન્સીલના તમામ ઉલેમા પણ મોટી સંખ્યામા ઉપસ્થિત રહેશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં મુફતી એ આઝમને કારનામા એ હયાત એવોર્ડ જાહેર કરી મરણોતર સન્માન કરાશે. સૈયદ અમીનશા, સૈયદ હુશેનશા,સૈયદ કાસમશા,સૈયદ ઓસમાનશા સહીત તેમના પૌત્રો સહિત સમગ્ર પરિવાર એવોર્ડ સ્વીકારશે. કચ્છ જીલ્લા રાયમા રાઉમા સમાજ ના અધ્યક્ષ મૌલાના સીધીક રાયમાએ જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજમા અનેરો ઉત્સાહ છે. ઐતિહાસિક કાર્યક્રમને માણવા પશ્ચિમના લખપતથી પૂર્વના આડેસર સુધી મુસ્લિમ સમાજ ઊમટી પડશે. કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓને ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.