
MUMBAI NEWS: દાદર ખાતે એંકરવાલા રક્તદાન અભિયાન અંતર્ગત ૪૪માં રક્તદાન શિબિરનું આયોજન કરાયું
MUMBAI NEWS : કચ્છ યુવક સંઘ મુંબઈ (MUMBAI) શાખા દ્વારા રવિવાર, તા. ૩૦ એપ્રિલના રોજ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સંચાલિત કે. પી. હોલ, નવનીત જૈન હેલ્થ સેન્ટર દાદર પશ્ચિમ ખાતે એંકરવાલા રક્તદાન અભિયાન અંતર્ગત ૪૪મી રક્તદાન શિબિરનું આયોજન થયું. આ રક્તદાન શિબિરમાં અતિથી વિશેષ તરીકે IRS
MUMBAI NEWS :
એડીશનલ કમિશનર શ્રી સમીર વાનખેડે તથા (MUMBAI) મરાઠી ફિલ્મોની કલાકાર અને ડાયરેકટર ક્રાંતિ રેડકર તથા કચ્છી સમાજના અગ્રણીઓ શ્રી પિયુષભાઈ વિસનજી સાવલા, અપના બજારના ચેરમેન અનિલભાઈ ગંગર, શાંતિભાઈ મારૂ અને કચ્છ યુવક સંઘના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત કારાણી, પ્રમુખ ભરતભાઈ ગોગરી, સંરક્ષક તલકશીભાઈ ફુરીયા, ટ્રસ્ટી દિલિપભાઈ રાંભિયા, ઉપ પ્રમુખ રાહુલભાઈ દેઢિયા, મહામંત્રી પરેશ છેડા, મંત્રી પુનિતભાઈ મામણીયા તથા મધ્ય મુંબઈ શાખાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
MUMBAI NEWS : અતિથી વિશેષ સમીર વાનખેડેએ કચ્છ યુવક સંઘના કાર્યકર્તાઓને સેવાકાર્યો માટે અભિનંદન આપ્યા તથા પોતે કચ્છ યુવક સંઘ સાથે છેલ્લા એક વર્ષથી ૠષભભાઈના પરિચય થકી જોડાયેલ છે અને દર ચાર મહિને એંકરવાલા રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને સામાજીક ફરજ બજાવે છે અને આગળ પણ સંસ્થા સાથે જોડાયલા રહેશે એમ જણાવ્યું હતું.
આ શિબિરમાં (MUMBAI) મરાઠી ફિલ્મોની કલાકાર અને ડાયરેકટર ક્રાંતિ રેડકરે કહ્યુ કે આજે એંકરવાલા રક્તદાન શિબિર જોઈને તે ખુબ પ્રભાવિત થયા છે અને હવે તે દર ચાર મહિને એંકરવાલા રક્તદાન શિબિરમાં રક્તદાન કરશે. તથા સંસ્થા દ્વારા અને ખાસ ઋષભભાઈ મારૂ ના નેતૃત્વ માં ચાલતા અંગદાન જાગૃતી અભિયાન વિશે માહિતી લઈ ને અંગદાનની શપથ લીધી અને અંગદાન જાગૃતી માટે પોતે પણ સંસ્થા સાથે જોડાયેલા રહેશે.
MUMBAI NEWS :
સમીર અને ક્રાંતિ એ રક્તદાતાઓ સાથે મળી અને એમના અનુભવો વિશે ચર્ચા કરી. અને છેલ્લે ૠષભભાઈ મારૂ ને કચ્છ ની મુલાકાતે લઈ જઈ કચ્છ યુવક સંઘની કચ્છમાં ચાલતી ૫ શાળાઓમાં વ્યસન મુક્તી માટે સેમિનાર યોજવા ની ઇચ્છા વ્યક્ત કરી. અને સંસ્થાના કાર્યકર્તાઓ સાથે કચ્છ દર્શન માટે આવશે એવી બાહેંધરી આપી હતી.