
પ૪.૭૦ કરોડનો ખર્ચ ઉધારી ૧૧.૧૮ કરોડની પુરાંત સાથેનું બજેટ નવ નિયુક્ત પ્રમુખના અધ્યક્ષ સ્થાને કરાયું રજૂ
માંડવી : ૫ં. શ્યામજી કૃષ્ણ વર્મા ભવન માંડવી નગર સેવા સદનની શ્રી હરિરામ નથુરામ કોઠારી સભાગૃહમાં બજેટલક્ષી ખાસ સામાન્ય સભા નાણાકીય વર્ષના અંતિમ દિને યોજાઈ હતી. જેમાં વર્ષ ર૦ર૧-રરનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને તેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. નવનિયુક્ત પ્રમુખ હેતલબેન સોનેજીની અધ્યક્ષતામાં તેમજ સચિવ પદે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં કુલ્લ ૬પ.૮૮ કરોડના બજેટને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. માંડવી નગરપાલિકાના નવ નિર્વાચીત પ્રમુખ હેતલબેન સોનેજીની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વર્ષ ર૦ર૧-રરનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું. માંડવી સુધરાઈના રજુ કરાયેલા બજેટમાં કુલ્લ ૬પ,૮૮,૬પ,૮૮૬/-ના કદનું અંદાજપત્ર સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું હતું. જેમાં વાર્ષિક ખર્ચ અંદાજે પ૪,૭૦,૧પ,૦૦૦/- દર્શાવીને કુલ્લ ૧૧,૧૮,પ૦,૮૮૬/-ની પુરાંત દર્શાવવામાં આવી હતી. વર્ષ ર૦ર૦-ર૧ની અંદાજીત પેદાશ ૪૯,પ૧,૬૪,૭પ૦/- તેમજ અંદાજીત ખર્ચ રર,૧૪,૬૧,૭૦૬/- દર્શાવીને આંકડાકીય વિગતો સામાન્ય સભામાં રજુ કરાઈ હતી. માંડવી નગરપાલિકાની ચૂંટાયેલી નવી બોડીમાં ભાજપ ૩૧ અને કોંગ્રેસના પ સભ્યોની હાજરી વચ્ચે રજૂ થયેલા બજેેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. વિપક્ષી સભ્યોની સંખ્યા મર્યાદીત હોવાને કારણે શાંતિપૂર્ણ માહોલમાં સામાન્ય સભા સંપન્ન થઈ હતી.નગર સેવક પારસભાઈ સંઘવીએ વર્ષ
૨૦૨૧/૨૨ ના પુરાંત વાળા બજેટ ૨જુ કરેલ જેને નગર સેવિકા ગીતાબેન ગોરે ટેકો આપતા સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું.આ સભામાં ઉપાધ્યક્ષ પ્રેમજી કેરાઈ , જીજ્ઞાબેન હોદા૨ , દિપાબા જાડેજા , જોશનાબેન સેઘાણી , નિમેષ દવે , વિજય ગઢવી , લક્ષ્મીબેન મારવાડી , લક્ષ્મીબેન વાડા , હરેશ વિજોડા,પદમાબેન ફુફલ , મંજુલાબેન કેરાઈ , રાજેશ કાનાણી , કસ્તુરબેન દાતણીયા , જશુબેન હિરાણી , હનીફ જત , વિશાલ ઠકકર , મરીયમબેન રોહા , કાદર ઉઠાર , ગીતાબેન સોની , જયશ્રીબેન વાસાણી , વિજય ચૌહાણ , લાંતિક શાહ , ક્રિષ્નાબેન ટોપરાણી , જીગ્નેશ કષ્ટા , પીયુષ ગોહિલ , પુજાબેન મોતીવરસ,પા૨સ માલમ , સવિતાબેન સોલંકી ,આદમ થેમ , ઉમર ભટી , શમીર સુમરા વગેરે ચર્ચામાં ભાગ લીધો હતો . મુખ્ય અધિકારી સંદિપસિંહ ઝાલાની આગેવાની હેઠળ હેડ કલાર્ક કાનજી શિરોખા , ૨મેશ ઝાલા , ભૂપેન્દ્ર સલાટ , વ્રજેશ પારીયા , પ્રવિણ પરમા૨ એ વ્યવસ્થા સંભાળી હતી.