માંડવી ટોપણસર તળાવ ના કામ સામે શહેર અને તાલુકા કોંગ્રેસનો વિરોધ

માંડવી તાલુકા -શહેર કોગ્રેસ

માંડવી ટોપણસર તળાવ ના કામ સામે શહેર અને તાલુકા કોંગ્રેસનો વિરોધ

માંડવી નગરપાલિકા દ્વારા માંડવીના ઐતિહાસિક ટોપળસર તળાવમાં માટી નાખીને તળાવ પુરવાની કામગીરી છેલ્લા 4દિવસ થી ચાલી રહી હતી આ તળાવ મા કોઈ પણ પ્રકારની કામગીરી ઉપર કોર્ટ એ 2015 મા મનાઇહુકમ આપેલ છે તેમ છતાં પણ માંડવી નગરપાલિકા દ્વારા કોર્ટ અનાદર કરીને કામ ચાલુ કરાવેલ હતો

માંડવી ટોપણસર તળાવ ના કામ સામે શહેર અને તાલુકા કોંગ્રેસનો વિરોધ

જેના વિરોધ માં માંડવી શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા કામ બંધ કરાવ્યું હતું ત્યાં સ્થળ પર માંડવી પોલીસ નો કાફલો પહોંચી આવ્યો હતો એક આઇવા ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો કોર્ટ મા પક્ષકાર અને માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય સિંહ જાડેજા, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવી, માંડવી નગરપાલિકા વિપક્ષના નેતા થૈમ હાજી આદમ (ભોલુ શેઠ), તાલુકા પંચાયત વિપક્ષના નેતા અરવિંદ સિંહ જાડેજા, ગુજરાત મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ કલ્પના જોશી, માંડવી શહેર કોંગ્રેસ મહામંત્રી અકબર મંધરા, માંડવી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ગુલામ અન્સારી, કાઉન્સિલર સવિતાબેન સોલંકી,ઉમર ભટ્ટી, અબ્દુલ આગરીયા, એડવોકેટ કોશીક વાસાણી, લક્ષ્મીચંદ ફફલ , માંડવી તાલુકા લધુમતી સેલના પ્રમુખ રફીક રાયમા, વલ્લભ વેલાણી, કચ્છ જિલ્લા કોંગ્રેસના કિશાન સેલના પ્રમુખ મોહન રામાણી, માંડવી તાલુકા પંચાયત કોંગ્રેસ ના સભ્ય કલ્પનાબેન વાસાણી, માંડવી શહેર કોંગ્રેસ લધુમતી પ્રમુખ નઝીર ખલીફા, જેન્તીલાલ સોની, પરષોત્તમ જેઠવા, અનીલ મારાજ વગેરે હાજર રહ્યા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *