MANDVI CLOSED TO PROTEST NON VEG SALE : માંડવીમાં નોનવેજ વેચાણ સામે 40 સમાજ અને 20 વેપારી મંડળના સમર્થનથી બજારો બંધ.

MANDVI CLOSED TO PROTEST NON VEG SALE : માંડવીમાં નોનવેજ વેચાણ સામે 40 સમાજ અને 20 વેપારી મંડળના સમર્થનથી બજારો બંધ.

MANDVI CLOSED TO PROTEST NON VEG SALE
MANDVI CLOSED 

MANDVI CLOSED : માંડવી શહેરમાં આજે જાહેર માર્ગો અને દેવ મંદિરો નજીક નોનવેજ વેચાણના વિરોધમાં મોટાભાગની દુકાનો બંધ રહી છે. સનાતન સમાજ દ્વારા આઝાદ ચોક ખાતે સવારના 11 વાગ્યાથી એક દિવસીય પ્રતીક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.

MANDVI CLOSED TO PROTEST NON VEG SALE
MANDVI CLOSED TO PROTEST NON VEG SALE

માંડવી હિન્દૂ યુવા સંઘઠનના અધ્યક્ષ રાજાભાઇ પરમારના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દે લડત ચલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, માંસમટનનું અવૈધ વેચાણ અને દેવ મંદિરો જેવા સાર્વજનિક સ્થળોએ થતા વેચાણથી સનાતન સમાજની લાગણી દુભાય છે.

MANDVI CLOSED TO PROTEST NON VEG SALE
MANDVI CLOSED TO PROTEST NON VEG SALE

આંદોલનને 40 જેટલા વિવિધ સમાજ અને 20 વેપારી મંડળોનું સમર્થન મળ્યું છે. સવારથી જ શહેરની મોટાભાગની નાની-મોટી દુકાનો બંધ રહી છે. શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો પણ બંધ છે.

બંધના કારણે દરિયા કિનારે ફરવા આવેલા પ્રવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. લઘુમતી સમાજે બંધમાં જોડાવાનું ટાળ્યું છે. સમાજના અગ્રણીઓએ વહીવટી તંત્ર પાસે જાહેર માર્ગો પર થતા માંસાહારના વેચાણને અટકાવવાની માંગ કરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *