MANDVI: માંડવીની સરકારી પ્રાથમિક શાળા જૈન નુતન પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતો દેવાશીષ ચંદારાણા

MANDVI: માંડવીની સરકારી પ્રાથમિક શાળા જૈન નુતન પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતો દેવાશીષ ચંદારાણા

એમ.બી.બી.એસની પ્રવેશ નીટની પરીક્ષામાં 96.53 ટકા ગુણ મેળવ્યા.

MANDVI:અમદાવાદની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી કાર્ડિયોલોજિસ્ટ બનવાની નેમ ધરાવતો દેવાશીષ ચંદારાણા

MANDVI:બંદરીય માંડવી શહેરની જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં ધોરણ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવી MBBS ની પ્રવેશ માટેની NEET(નીટ)ની પરીક્ષામાં 720 માંથી 695 ગુણ મેળવી 96.53 ટકા માર્કસ મેળવી, તેજસવી વિદ્યાર્થી ચંદારાણા દેવાશીષ હિતેશભાઈએ જૈન નૂતન પ્રાથમિક શાળા નં 3 અને માંડવીનું ગૌરવ વધારેલ છે.

MANDVI: તેજસ્વી વિદ્યાર્થી દેવાશીષ ચંદારાણા અમદાવાદની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી કાર્ડિયોલોજિસ્ટ બનવાની નેમ હોવાનું જૈન નુતન પ્રાથમિક શાળા નંબર 3 ના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાની વ્યવસ્થાપન સમિતિના શિક્ષણવિદ તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, શાળાના પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

MANDVI: અત્રે એ ઉલ્લેખનીય છે કે દેવાશીષ ચંદારાણાના ભાઈ પણ મેડિકલ ઓફિસર છે. જ્યારે તેની માતા નયનાબેન માંડવીની સિવિલ હોસ્પિટલમાં સિનિયર નર્સ તરીકે ફરજ બજાવે છે.

તેજસ્વી વિદ્યાર્થી દેવાશીષ ચંદરાણા ને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. દેવાશીષ ચંદારાણા ને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *