MANDVI: વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓને યુનિફોર્મ અને શૈક્ષણિક ઉપકરણોનું વિતરણ કરાયું

MANDVI: વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓને યુનિફોર્મ અને શૈક્ષણિક ઉપકરણોનું વિતરણ કરાયું

MANDVI : માંડવીની વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓને લંડન નિવાસી રામપર વેકરાના વતન પ્રેમી દાતા તરફથી યુનિફોર્મ અને શૈક્ષણિક ઉપકરણોનું વિતરણ કરાયું

MANDVI : માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા “અંધ અંપગ માનવ કલ્યાણ સોસાયટી” સંચાલિત, વિકલાંગ કન્યા છાત્રાલયની, દિવ્યાંગ છાત્રાઓને લંડન નિવાસી, રામપર વેકરાના વતન પ્રેમી દાતા તરફથી તાજેતરમાં યુનિફોર્મ અને શૈક્ષણિક ઉપકરણોનું વિતરણ કરાયું હતું.

MANDVI : સંસ્થાના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા ના પ્રમુખ પદે વિકલાંગ કન્યા છાત્રાલયમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં દાતા ના પ્રતિનિધિ કલ્યાણજી મનજી પિંડોરીયા, સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, સહમંત્રી સુલતાનભાઇ મીર અને છાત્રાલયના ગૃહ માતા પ્રવિણાબેનના હસ્તે, યુનિફોર્મ અને શૈક્ષણિક ઉપકરણો નો વિતરણ કરાયું હોવાનું સંસ્થાના મંત્રી શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

MANDVI : સંસ્થાના હોદ્દેદારો સર્વ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા, કમલેશભાઈ પાઠક,દિનેશ એમ. શાહ, પ્રતાપભાઈ ચોથાણી, સુલતાનભાઇ મીર, અશ્વિનભાઈ ગજરા અને સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *