
Jamnagar : જામનગરની ન્યુ સાધના કોલોનીમા M 75 પાછલ ત્રણ માળનું બિલ્ડીંગ ધારાશાયી થતા અનેક લોકો દબાયાની આશંકા સેવાઈ રહી છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે.
Jamnagar : જામનગરમાં મકાન ધરાસાયી થયાની મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનું મકાન એકાએક જમીનદોસ્ત થયું હતું. આ દુર્ઘટનાને પગલે વિસ્તારવાસીઓમાં ઉહાપોહની સાંથે સાથે અફરાતફરી મચી જવા પામી હતી. બીજી બાજુ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ 108ની ટીમ તથા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ અને સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કાટમાળ હટાવવા સહિતની કામગીરી હાથ ધરી છે.
Jamnagar : મકાન પડવાની આ ઘટનાને લઈને કાટમાળમાં 10 લોકો દટાયા હોવાની સ્થાનિકોમાં ચર્ચા જાગી રહી છે. હાલ રાજુ ઘેલા સાદીયા (ઉ.વ.55), જયાબેન રાજુભાઈ (ઉ.વ.50), જયપાલ રાજુભાઈ સાદીયા (ઉ.વ.30) તથા એક 7 વર્ષના બાળકનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં એકઠા થયા છે. બીજી બાજુ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ મ્યુની. કમિશ્નર મોદી, જામનગર 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, કેતન નાખવા, કિશન માડમ ઉપરાંત વિપક્ષના નેતા ધવલ નંદા સહિતના આગેવાનો પણ દોડી ગયા હતા.

Jamnagar : જામનગરમાં સાધના કોલોનીમાં 3 માળનું મકાન ધરાશાયી સાંસદ પૂનમ માંડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા ઘટનાસ્થળે દોડી આવ્યા