
શ્રી માધાપર જખ બૌતેરા સંધ દ્વારા નવનિર્મિત થયેલ “પાનવલ્લભ અતિથિગૃહ’ નું ઉદ્દધાટન સમાજના શ્રેષ્ઠીશ્રીઓના વરદ્ હસ્તે કરવામાં આવશે.
ભુજ શહેરની સમીપે આવેલ માધાપર મુકામે કચ્છના અને કચ્છ બહાર વસ્તા લોકોની આસ્થા સ્થાન એવા ૧૫૦ થી ૨૦૦ વર્ષ જૂના પૌરાણીક જખ મંદિરમાં દર્શન કરવા માટે સમગ્ર કચ્છમાંથી અને કચ્છ બહારથી પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક જખ્ખદાદાની સેવા અને પૂજન: છે અર્ચન કરે છે. જેમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. જખ દાદાના દર્શનનો લાભ લેવા માટે કચ્છ અને કચ્છ બહારજા ભકતજનો લાઈનો લગાવે છે.
ખૂબ જ ટૂંકા ગાળામાં હરણફાળ ભરતી આ સંસ્થા દ્વારા અનેક ધાર્મિક, સામાજીક, જીવદયા અને માનવસેવાના કાર્યો કરવામાં આવે છે.અત્યારે કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે કચ્છ બહાના યાત્રિકોને ઉતારા માટે વધુ સારી સુવિધા મળે ને માટેમાથી પાનબાઈ વલ્લભજી ભાણજી ગડા પરિવાર (ગામ બાડા, હાર્લે, માટુંગા-મુંબઈ) (વિકાસ ગ્રુપ)ના આર્થિક અનુદાનથી અતિ આધુનિક સુવિધા ધરાવતા વીઆઈપી કક્ષાના નવિનર્મિત થધેલ ર૦ રૂમના “પાનવામ અતિધિગૃહ’ નું ઉદ્દધાટન સમારોહ આગામી તા. ૨૦/૦૩/૨૦૨૩ ને સોમવારના રોજ સવારે ૯:૩૦ કલાકે સમાજના શ્રેષ્ઠીશ્રીઓના વરદ્ હસ્તે કરવામાં આવશે.
આ પ્રસંગે દાતાશ્રી વલ્લભજીભાઈ ભાણજી ગડા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ(કચ્છ) મુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઇ છેડા, જાણીતા દાનવીર શેઠશ્રી ચંદ્રકાંતભાઈ ગોગરી આરતી ગ્રુપ), દાનવીર શેઠશ્રી બીપીનભાઈ ગાલા નવનીત ગ્રુપ),સૌરાષ્ટ્ર ટ્રસ્ટના પ્રવા ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ મામણીયા તેમજ સમાજના અન્ય આગેવાનો અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે.
આ વિશે વધુ માહિતી આપતા શ્રી માધાપર જબ્બૌતેરા જૈન સંઘના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ શાહે જણાવ્યુ હતુ કે અમારી સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, કબુતરને ચણ, કુતરાને રોટલા આપવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિના લોકો માટે સાદડી – બેસણા માટે સંસ્થા દ્વારા નિઃશુલ્ક હોલ આપવામાં આવે છે. સાથે સાથે બાળકો માટે બગીચાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્શનાર્થે આવતા ભાવિકો અને પાત્રાળુઓને શુધ્ધ અને સાતવીક મોજન મળી રહે તે માટે સંસ્થા દ્વારા ભોજનશાળાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત બહારથી કચ્છ ફરવા આવતા લોકોના ઉતારા માટે સ્વચ્છ અને સુંદર આધુનિક સુવિધાઓથી સુસજજ રાહત ભાવે અતિથીગૃહની પણ સગવડ કરવામાં આવી છે. ગરીબ પરિવારની કન્યાના સમુહ લગ્ન માટે પણ સંસ્થા દ્વારા સોગ આપવામાં આવે છે.
પર્યાવરણને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનાર્થે આવનાર ભકતો તથા રહેવા માટે આવનાર અતિથીઓ માટે પણ કોઈ પણ જાતનો પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અપિલ કરવામાં આવે છે. જેથી કરીને આપણે આપણો મહામુલા પશુધન ને મોતના મુખમાંથી બચાવી શકીએ અને સાથે સાથે સફાઈ અભિયાનની જાગૃત્તિ દ્વારા પર્યાવરણની સુંદર સંભાળ પણ રાખી શકીએ. જેથી સ્વચ્છ માધાપર, સ્વચ્છ ભુજ, સ્વચ્છ કચ્છ,સ્વચ્છ ભારત માટેની ભાવના રાખીને જેને કચ્છ માટે અપાર લાગણી અને સ્નેહ છે એવા આપણા દેશના માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છતા હી સેવાના સુત્રને સાર્થક કરી શકીએ. કચ્છ ફરવા આવતા લોકોને એકવાર જખ મંદિર ની મલાકાત લેવા ટુસ્ટીશ્રીઓ ધ્વારા અનુરોઘ છે.
જખ દાદા મંદિરમાં ખુબ જ ટુંકા સમયમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને મંદિરને તિર્થધામની ઉપમા આપીને સુશોભીત કરવામાં સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી પ્રવીણભાઈ નંદ, શ્રી વિનોદભાઈ નંદું, શ્રી ચીમનભાઈ ગમારા, શ્રી નરંશભાઈ શા, શ્રીમતી અંજબેન શાહ વગેરે જહેમત ઉઠાવી ને લોક ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા ચિંતીત હોય છે.