LPG dealers exempted from licensing / એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ મળી

LPG dealers exempted from licensing / એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ મળી

એલપીજીના (LPG) વેચાણ કરવા માટે જે-તે એજન્સીને પરવાનો (licensing) મેળવવો પડતો હોય છે. આ પરવાનાને આધારે હજારો ડીલર્સ ગેસના બાટલા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસના બોટલ આપી શકે છે. જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારેય જો ગેસના બાટલાને લગતી સમસ્યા ઊભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સના પરવાના રદ્દ કરી દેવામાં આવતા હતા. જો કે આજ રોજ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે એલપીજી ડીલર્સને પરવાના લેવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણયને કારણે રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે. રાજ્ય સરકાર આ અંગે જાહેરાત કરી છે જેમાં વર્ષ ૧૯૮૧થી ચાલ્યા આવતાં કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના હજારો એલપીજી ડીલર્સને ફાયદો થશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *