Liquor parmit : ગાંધીનગર ગિફ્ટ સિટીમાં હવે દારૂ પીવાની છૂટ

Liquor parmit : ગાંધીનગરમાં દારૂની GIFT તંત્રએ કહ્યું, ગ્લોબલ બિઝનેસ ઈકોસિસ્ટમ પૂરી પાડવા ગિફ્ટ સિટીમાં અધિકૃત કર્મચારીઓ/અધિકારીઓ અને મુલાકાતીઓ માટે લેવાયો નિર્ણય

Liquor parmit : ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.

Liquor parmit : ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવાયો છે.

Liquor parmit : આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/ માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.

GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.

Liquor parmit : સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/ રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

Liquor parmit : આબુ નહીં જવું પડે, ગિફ્ટ સિટીમાં મળશે દારૂ’, : કોંગ્રેસ

Liquor parmit : ગાંધીનગરમાં આવેલ GIFT Cityમાં રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે. વેપારને વેગ આપવા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાઈ છે. ત્યારે હવે આ નિર્ણય પર વિપક્ષ આક્રમક બન્યું છે. મહત્વનું છે કે, ગિફ્ટી સિટીમાં દારૂની છુટ પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ નિર્ણયને અયોગ્ય ઠેરવી રહ્યા છે.

Liquor parmit : ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટ અપાય તે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂની છૂટ અપાય છે, ત્યાં ક્રાઈમ રેટ વધે છે. દારૂના સેવનના કારણે પરિવાર પરેશાન થાય છે. હવે આબુ નહીં જવું પડે ગિફ્ટ સિટીમાં દારુ મળશે. વધુમાં મનીષ દોષીએ કહ્યું કે, ગુજરાતમાં દારનો વેપાર ચાલી જ રહ્યો છે. દારૂના વેપાર માટે કરોડોનો હપ્તા લેવાય છે. રાજ્ય સરકારનો આ નિર્ણય યોગ્ય નથી.

Liquor parmit : તો ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ‘X’ પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, ગાંધીનગરમાં દારૂ પીવાની છુટ. અમદાવાદમાં દારુ પીવો તો પોલીસ FIR કરશે. ભાજપના રાજમાં એક જ ગુજરાતમાં અનેક કાયદાઓ. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 31st પર અમદાવાદ શહેરમાં દારૂ પીને વાહન ચલાવનારાઓને પકડનારા પોલીસ કર્મચારીઓને 200 રૂપિયા ઈનામની જાહેરાત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *