પાંચ કેબિનેટ મંત્રીઓ, ત્રણ ધારાસભ્ય સહિત નેતાઓ પોઝિટીવ..

ગુજરાતમાં લોકોની સાથે નેતાઓ પણ કોરોના સંક્રમણનો શિકાર બની રહ્યા છે,
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત 5 કેબિનેટ મંત્રી કોરોનાગ્રસ્ત થયા છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા યુ.એન.મહેતામાં સારવાર હેઠળ
ગુજરાત માથે કોરનાનો કહેર વરસી રહ્યો છે ત્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આ કોરોના નથી પણ કાળ છે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોરોના કોઈનો સગો નથી. સીએમ રૂપાણી કોરોના પોઝિટિવ બની ચૂક્યા છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ પોઝિટીવ આવ્યા છે.

ત્યારે ભાજપના વધુ ત્રણ નેતા કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર અને વડોદરાની વાડી બેઠકના ધારાસભ્ય મનિષા વકીલને પણ કોરોના થયો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાલ યુ.એન.મહેતામાં સારવાર હેઠળ છે. તો મનિષા વકીલ હાલ હોમઆઈસોલેટ થયા છે.

ભાજપના 5 કેબિનેટ મંત્રી કોરોનાગ્રસ્ત
▪️શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
▪️ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા
▪️વન વિભાગ મંત્રી ગણપત વસાવા
▪️ઊર્જા વિભાગના મંત્રી સૌરભ પટેલ
▪️રોજગાર મંત્રી દિલીપ ઠાકોર
▪️અમદાવાદ શહેર પ્રભારી આઈ.કે જાડેજા
▪️સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર
▪️વડોદરાની વાડી બેઠકના ધારાસભ્ય મનિષા વકીલ

ગાંધીનગર મનપાની ચૂંટણીના ઉમેદવારો પણ કોરોનાગ્રસ્ત

તો આ સાથે ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર પણ કોરોનાગ્રસ્ત થયા છે. ભાજપના નેતા મહેન્દ્ર પટેલ, રાજુ પટેલ અને ગીતા પટેલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *