
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચ ગુજરાતની ચૂંટણીની તારીખો કોઈપણ દિવસે જાહેર કરી શકે છે. ગુજરાતમાં આ સમયે ચૂંટણીનો જબરદસ્ત માહોલ છે. ભાજપ ફરી સત્તામાં આવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ પણ સત્તામાં આવવાના સપના જોઈ રહી છે. આ બંને વચ્ચે આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં પૂરજોશમાં જોર લગાવી રહી છે. આ રાજકીય ગરમાગરમીભર્યા વાતાવરણ વચ્ચે એક સર્વે કરવામાં આવ્યો છે. બુધવારથી ગઈકાલે સુધીમાં કરાયેલા સર્વેમાં ગુજરાતના 1 હજાર 337 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. સર્વેમાં ભૂલનું માર્જીન વત્તા માઈનસ 3 થી વત્તા માઈનસ 5 ટકા છે.

સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું આમ આદમી પાર્ટીના કારણે ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન થશે? આ પ્રશ્નના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વેમાં 44 ટકા લોકોનું કહેવું છે કે આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં કોંગ્રેસને ઘણું નુકસાન થશે. 33 ટકા લોકો માને છે કે કોંગ્રેસને થોડું નુકસાન થશે. જો કે આ સર્વેમાં 23 ટકા લોકોનું માનવું છે કે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય. નોંધનીય છે કે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ દરેક સીટ પર ચૂંટણી લડવાનું છે અને આ સાથે જ ગુજરાતમાં ચૂંટણીનો ત્રિપાંખીયો જંગ પણ જામશે. ગુજરાતમાં હાલ ચૂંટણીની તારીખને વેઢે ગણાય તેટલા દિવસ બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષ ચૂંટણી માટે એડીચોટીનું જોર લગાવી રહ્યો છે.

AAPને કારણે ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન થશે?
બહુમત – 44 ટકા
થોડો – 33 ટકા
નહીં થાય – 23 ટકા