જામનગરમાં કુવામાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચારી, પોલીસની તપાસ તેજ

જામનગરના પીઠડીયા 1 ગામમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગામના કુવામાંથી જ આ મૃતદેહ મળી આવ્યા છે. જેથી આ મામલે પોલીસે પણ ચક્રોગતિમાન કર્યા છે. 

બે દિવસ અગાઉ માતા પોતાના બાળકો સાથે ગુમ થઈ હતી. જેમાં 5 વર્ષના પુત્ર અને 3 મહિનાની પૂત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે ફરીએકવાર આ પ્રકારે ઘટના સામે આવી છે. જામનગરમાં કાલાવાડ તાલુકાના પીઠડીયાની આ ઘટનાએ ચકચારી મચાવી છે. પોલીસને પણ આ વાતની જાણ થતી પોલીસ દોડતી થઈ હતી અને મૃતદેહ મામલે તપાસ તેજ કરવામાં આવી રહી છે. 



શંકાના આધારે પોલીસ દ્વારા પણ આ મામલે તપાાસ તેજ કરવામાં આવશે. મળતી વિગતો અનુસાર આ મૃતદેહ અહીં કેવી રીતે આવ્યા તે અંગં કોઈને હજુ સુધી પૂરતી માહિતી ના હોવાથી પોલીસ દ્વારા આ મામલે અલગ અલગ નિવેદનો લેવામાં આવશે. શું આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણે તે મામલે પણ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવશે. જો કે, આ પ્રકારની બીજી ઘટના બનતા લોકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *