
જુનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર એક ડિસેમ્બરના મતદાનને લઈ પાંચ રિટર્નિંગ ઓફિસરો અને 11 બુથ લેવલ ઓફિસરોને મતદારોના ઘરે ઘરે દોડાવી કુલ 14,338 દિવ્યાંગો અને એસી થી વધુ ની ઉંમર ના 32,515 મળી કુલ 46, 853 ને ફોર્મ નંબર 12- ડી પહોંચાડવામાં આવ્યા હતા

જે પૈકી ઘરે બેઠા મતદાન કરવામાં 80 વર્ષથી વધુ વયની ઉંમરના મતદારોમાં માણાવદરમાંથી 75 , જુનાગઢ 206, વિસાવદર 266, કેશોદ 57 અને માંગરોળ માં 24 મળી ને કુલ 629 મતદારો નો સમાવેશ થાય છે આ ઉપરાંત દિવ્યાંગ મતદારોમાં માણાવદર માં 16 જૂનાગઢમાં 77 વિસાવદરમાં 54 કેશોદ માં 22 અને માંગરોળમાં ચાર મળીને કુલ 173 દિવ્યાંગ મતદારોએ ઘર બેઠા જ મતદાન કરવાનો વિકલ્પો અપનાવ્યો છે

આ ઉપરાંત આવશ્યક સેવાઓ હેઠળ માણાવદરમાં 20 જુનાગઢ 31 વીસાવદર 13 જ્યારે કેશોદ અને માંગરોળમાં એક પણ મતદાર નોંધાયા ન હતાં જેને લઇ ત્રણ બેઠકોના આવશ્યક સેવાના મતદારોએ બેલેટ પેપરથી મતદાન કરવાની સહમતી દાખલ હોવાથી ચૂંટણી તંત્રની ટીમ વોટીંગ માટે કેમ્પ ગોઠવશે