લાલુ યાદવની તબિયત નાજુક, એર એમ્બ્યુલન્સમાં લઈ જવાશે દિલ્હી

બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનાની પારસ હોસ્પિટલમાં આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવને મળ્યા.

લાલુ યાદવની તબિયત નાજુક, એર એમ્બ્યુલન્સમાં લઈ જવાશે દિલ્હી

પટનાની પારસ હોસ્પિટલમાં ભરતી બિહારના પૂર્વ સીએમ તથા રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજૂક છે. તેમણે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઈ જવાની તૈયારીઓ થઈ રહી છે. આ તમામની વચ્ચે પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે ફોન પર ચર્ચા કરીને સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. તેજસ્વીએ બિહારની જનતા પાસે ભાવૂક અપીલ પણ કરી છે. 

રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ રવિવારે પટનામાં રાબડી દેવીના સરકારી નિવાસ સ્થાને પડી ગયા હતા. જેનાથી તેમના ખભ્ભાનું હાડકુ તૂટી ગયું હતું. શરીરના અન્ય ભાગમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓ પહેલાથી જ કેટલીય બિમારીથી પીડિત હતા. સોમવારે સવારે તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને પારસ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યા હતા. જ્યાં તેમને આઈસીયુમાં ભરતી કરવામા આવ્યા હતા. 

બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર પટનાની પારસ હોસ્પિટલમાં આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવને મળ્યા.

પ્રધાનમંત્રી મોદીએ તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી અને લાલૂ પ્રસાદ યાદવના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *