LAKADIYA NEWS : લાકડીયામાં નંબર પ્લેટ વગરની બ્રેઝા કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, કુલ 8.29 લાખનો મુદ્દામાલ જપ્ત

LAKADIYA NEWS : લાકડીયામાં નંબર પ્લેટ વગરની બ્રેઝા કારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, કુલ 8.29 લાખનો મુદ્દામાલ જપ્ત

LAKADIYA NEWS
LAKADIYA NEWS

LAKADIYA NEWS : લાકડીયા પોલીસે મોરબી-સામખીયાળી નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની મોટી ખેપ પકડી પાડી છે. પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.જાડેજાને મળેલી બાતમીના આધારે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન આ કામગીરી કરવામાં આવી હતી.

પોલીસે નેશનલ હાઈવે ૫૨ પરથી નંબર પ્લેટ વગરની મારુતિ વિટારા બ્રેઝા કારને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 480બોટલો મળી આવી હતી. પોલીસે કારમાંથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના વાંકલ ગામના સ્વરૂપસિંહ ચંદ્રસિંહ સોઢા (ઉ.વ.24)ની ધરપકડ કરી છે. આ કેસમાં અનવર નામનો એક આરોપી હજુ ફરાર છે.

પોલીસે આ કેસમાં કુલ 8 લાખ 29 હજાર 280 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 3 લાખ 29 હજાર 280 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, 5 લાખ રૂપિયાની કિંમતની કાર અને 10 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *