પદ્મમશ્રી ડૉ. પ્રકાશભાઈ આમ્ટે અને શ્રીમતી ડૉ. મંદાકીનીબેન આમ્ટે એ શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજની મુલાકાત લીધી

પદ્મમશ્રી ડૉ. પ્રકાશભાઈ આર્મ્ડ અને શ્રીમતી ડૉ. મંદાકીનીબેન આમ્ટે એ શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજની મુલાકાત લીધી

મેગ્સેસ એવોર્ડ સન્માનિત પદ્મમશ્રી ડૉ. પ્રકાશભાઈ આર્મ્ડ અને શ્રીમતી ડૉ. મંદાકીનીબેન આમ્ટે એ ભુજ શહેર મધ્યે આવેલ અને કચ્છ જિલ્લા મઘ્યે સેવાકીય ક્ષેત્રે અનોખી નામના ઘેરાવના સંસ્થા શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજની મુલાકાતે પધાર્યા ત્યારે સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ ડૉ, દંપતીનું શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતુ અને તેમના પિતાશ્રી અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન શ્રી તારાચંદભાઈ છેડાએ સંસ્થા મારફત ચાલુ કરેલ, વિવિધ સેવાકીય કાર્યોની વિગતવાર માહિતી આપી હતી. સંસ્થા ધ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોથી ડૉ. આમ્ટે દંપતી પ્રભાવીત થયુ હતુ અને કચ્છના લોકો દ્વારા મળેલ પ્રેમ, સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.અને સંસ્થા ઉત્તરોતર પ્રગતિના સોપાનો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ છેડા, મંત્રી શ્રી નરેશભાઈ શાહ,ખજાનચી શ્રી હરેશભાઈ ગોગરી,સહમંત્રી શ્રી હિરેનભાઈ પાસડ,ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ગાલા અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના વડીલ મોભી શ્રી લીલાધરભાઈ (અઘા) ગડા હાજર રહ્યા હતા.વ્યવસ્થા સંસ્થાના જનરલ મેનેજર શ્રી અંકિત ગાલાએ સંભાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *