ગુજરાતમાં હવે પ્રદર્શનકારીઓની ખેર નહીં: વિધાનસભામાં ‘કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ’ને (Code of Criminal Procedure Bill) મળી રાષ્ટ્રપતિની મંજૂરી
માર્ચ-2021માં વિધાનસભામાં બિલ કરાયુ હતુ રજૂ
મહત્વનું છે કે, માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં આ (Code of Criminal Procedure Bill ) કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ રજૂ થયું હતું. જે બાદમાં હવે રાષ્ટ્રપતિની મંજૂરી ગયા બાદ કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. બિલને મંજૂરી મળતા પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી કરી શકશે. જોકે અહી એ પણ નોંધનીય છે કે, બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકરી સામે પગલા લેશે તો કોર્ટ અવમાનનાનો કેસ નહીં નોંધે. આ સાથે હવે સરકાર વિરોધી આંદોલનોમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.
કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે હવે નોંધાશે ગુનો
ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. વાત જાણે એમ છે કે, ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા
કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ. જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી કરી શકશે.
સરકાર વિરોધી આંદોલનોમાં હવે પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે
ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. વિગતો મુજબ રાજ્યમાં સીઆરપીસીની કલમ 144 નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (ગુજરાત સુધારા) બિલ- 2021માં માર્ચ માસમાં વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યા બાદ હવે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.