
આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા મોદી સરકાર દરેક ઘરે તિરંગા અભિયાનની શરૂઆત કરવામા આવ્યુ. આ અભિયાન હેઠળ દરેક દેશવાસીને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યુ હતુ.
આ અભિયાન અંગે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સેક્રેટરી ગોવિંદ મોહને જણાવ્યું કે આ અભિયાન પોતાના તિરંગાની આન, બાન અને શાનને સમર્પિત થશે. આ દરેક દેશવાસીને દેશ નિર્માણમાં તેના યોગદાન પ્રત્યે પ્રતિબદ્ધતા અને જુસ્સાને બતાવવાની એક તક હશે. સરકારનુ માનવુ છે કે તિરંગાની સાથે નાગરિકોનો સંબંધ અંગત હોવાના બદલે હંમેશા ઔપચારિક અને સંસ્થાગત રહ્યો છે ત્યારે દેશ ના માનન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ વખતનો સ્વતંત્રતા દિવસ કઈક ખાસ અંદાજમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પહેલ દેશને સ્વતંત્ર થયાને ૭૫ વર્ષ થયા અને આ વખતે સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહી છે, જે હેઠળ આ અભિયાનને ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે કચ્છ ના ભચાઉ તાલુકામાં આવેલ વાંઢીયા ગામ પ્રાથમિક શાળા માં હર ઘર તિરંગા અંતર્ગત ભારત માતા નુ પૂજન કરવામાં આવ્યું હતું તેમાં શાળા ની વિદ્યાર્થીનીઓ ભારતમાતાના પોશાક માં જોવા મળ્યા હતા અને અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું અને શાળા ના શિક્ષકો દ્વારા હર ઘર તિરંગા કાર્યકમ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આમ આજ નો દિવસ શાળાના વિદ્યાર્થીઓ ગામ લોકો માટે યાદગાર બન્યો હતો.
