કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો

કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો

કચ્છ-ભૂજ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ભૂકંપે આ પ્રદેશને વખતોવખત ધ્રુજાવી મૂક્યું છે. ત્યારે આજે(21 જૂન 2022) ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

મળતી જાણકારી પ્રમાણે, કચ્છમાં ફરીએકવાર ભૂકંપના આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 2.8 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપને પગલે કોઈ નુકસાની થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *