શબ્દસંકલન :- નિકિતા રાકેશ સક્સેના
ભારતીય સંસ્કૃતિ માં સ્ત્રી ને દેવી,શક્તિ અને લક્ષ્મી મનાય છે અને પૂજનીય ગણાય છે…!!!
કોરોના જેવી મહામારી થી દેશ પસાર થઈ રહ્યો છે.ત્યારે આવા કપરા સમય માં પણ સ્ત્રીઓ પર થતા અત્યાચારો સામેં આવ્યા કોવિડ વોર્ડ માંથી પણ સ્ત્રી ની એકલતા નો ફાયફો ઉપાડી અડપલાં થતા હોવાના કેસો નોંધાયા..
ત્યારે એવો વિચાર આવે છે કે દેશ માં એક પછી એક નારી પર અત્યાચાર ની વાતો સામે આવે છે ત્યારે આપણો સમાજ અને આ સમાજ માં રહેતા અમુક દાનવો ના લીધે આ સામાજ માં ભય કયાં સુધી વ્યાજબી કહેવાય નારી જાગૃતિ કે શોક વ્યક્ત કરવાથી કે સરકાર સામે રોષ વ્યકત કરવાથી આ સમસ્યા નો હલ આવશે કે પછી આનો કોઈ અલગ રસ્તો સમાજ ને અપનાવો પડશે..
નિર્ભયા કે હાથરસ જેવી કલંકિત ઘટનાઓ બન્યા પછી સમજુ અને બૌદ્ધિક સમાજ ના લોકો એવું વિચારે છે અને ચર્ચા ઓ કરે છે દરેક દીકરીઓ આત્મરક્ષા માટે સક્ષમ હોવી જોઈએ તો અમુક લોકો અન્ય દેશો ની જેમ કાયદા માં ફેર ફાર કરી કડક અમલ કરવાની વાતો કરે છે. અમુક નિર્લજ્ રાજકર્ણીયો પોતા ની સતા ની સીડી આવી અમાનવીય ઘટના ને બનાવવા ની કોશિશ કરી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશ માં એક માસુમ બાળકી ની અમાનવીય ઘટના સામે આવી જે લખતા મારા સહકર્મી ના હાથકંપી ઉઠ્યા હતા અને તેનું મન વિચલીત થતા માંડ શાંતવના આપી અને શાંત કરવા ની કોશીશ કરી તો પાછી નજર સમક્ષ હાથરસ ની ઘટના એ સમગ્ર દેશ માં જોર પકડ્યો છે અને આમ ભારતીય નારીઓના મન,મગજ ને આ ઘટના એ વિચલિત કરી નાખ્યું.તે સંજોગો માં આ દેશ ની નારીઓ પોતાના ભાઈ કાકા,દાદા કે બાપુજી ની સાથે તે આવા વિષયો પર ખુલ્લી ને વાત પણ ન કરી શકે તેવી પરિસ્થિતિ તરફ આ દેશ જઈ રહ્યું છે ત્યારે એક નાનકડી બાળા ની વેદના જણાવાની કોશિશ કરું તો…
મમ્મી હું હવે બાજુ વાળા કાકા સાથે બહાર નહીં જાઉં .. મને ખોટી રીતે પરેશાન કરે છે… સત્ય ઘટના એવી છે એક શાળા મા નાની બાળકી સાથે અપલખના કરતો શિક્ષક એ નાદાન બાળકી ને દર પજવતો હતો બાળકી રોજ રડ્યા કરતી હતી મા ને એમ થતું કે દીકરી ને એ જગ્યા એ લાગી ગયું હશે પરંતુ આ હકીકત ની સચાઇ ખબર પડતા ની સાથે માતા ના પગ તડે જમીન સરકી ગઈ હતી હિંમત કરી પોલીસ ફરીયાદ ના અંતે નરાધમ ને પોલિસ માતા ની ફરીયાદ અનુસાર જેલ ના હવાલે કરી દિધો.. શું કેટલી સુરક્ષિત છે આજ ની નારી.. નાનપણ થી યુવાન અવસ્થા થી માંડી પત્નિ ના વિચારો સાથે સત્યતા નું એકાંકી રીયલ નાટક જીવન મા કેટલાંય ઉતાર ચડાવ ની વચે ક્યારે એ દીકરી ના જીવન મા વૃદ્ધાવસ્થા આવી જાય છે તેણી ને તેનો ખ્યાલ પણ નથી રહેતો
અત્યાચારો ની વચ્ચે જીવતી આ નારી ને જીવન મા ગણું ભોગવવાનું આવે છે છતાં પણ હસ્તે મોઢે સહન કરતી આ નારી સદાય પ્રેમ ની તરફદાર રહી છે છતાંય પણ સમાજ એને ન જોવાની નજરે જોતો હોય છે અને નરાધમો ની મેલી મુરાદ આવી બાળકી , યુવાન તથા પરણિત સ્ત્રી જીવન મા આગ ચાપવાં નો બેસુદ પ્રયાસ લોકો કર્તા હોય છે.
સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા, ફોજદારી કાયદા(સુધારા)અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે.
સ્ત્રીઓ પરની જાતીય હિંસા સામેના ફોજદારી કાયદાઓમાં નારીઆંદોલનોના પ્રયત્નોને પરિણામે વખતોવખત સુધારાઓ કરવામાં આવ્યા છે.
80ના દાયકામાં મથુરા બળાત્કાર કેસ નામે જાણીતા બનેલા કેસના સંદર્ભમાં દેશભરમાં સ્ત્રીઓના આંદોલનો થયા. મથુરામાં સગીરવયની એક છોકરી પર પોલીસ સ્ટેશનમાં પોલીસોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.
આ કેસ નીચલી કૉર્ટથી હાઇ કૉર્ટ, અને ત્યારબાદ સુપ્રીમ કૉર્ટમાં ગયો અને સુપ્રીમ કૉટેર્ જ્યારે મહારાષ્ટ્ર હાઇ કૉર્ટના ચુકાદાને ઉલટાવીને જણાવ્યું કે, બળાત્કાર થયો નથી, પરંતુ છોકરીએ સંબંધ બાંધવાની સહમતી આપી હશે, કારણ કે છોકરી અગાઉ પણ બીજા યુવક સાથે સંબંધ ધરાવતી હોઇ તે કુંવારી ન હતી. વળી, તેના શરીર પર ઇજાના નિશાન ન હોવાથી તેણે વિરોધ કર્યો હશે એમ કહી શકાય નહીં ત્યારે સુપ્રીમ કૉર્ટના આવા વલણથી દેશભરની સ્ત્રીઓનો આક્રોશ ફાટી નીકળ્યો. આ તો જાણે વાડ જ ચીભડા ગળે તેવું થયું !
ભારતની સર્વોચ્ચ અદાલતના આવા ચુકાદાથી આઘાત પામીને દિલ્હીની લૉ-કૉલેજના ત્રણ પ્રોફેસરોએ તેનો વિરોધ કરતો પત્ર સુપ્રીમ કૉર્ટને લખ્યો અને ત્યારબાદ દેશભરમાં અલગ-અલગ શહેરોમાં આ ચુકાદાનો વિરોધ કરી કેસ ફરીથી ચલાવા માટેની માગણી સાથે સ્ત્રીઓ રસ્તા પર ઉતરી આવી. તેમનો સવાલ હતો કે, પોલીસ ચૉકીમાં હથિયારધારી પોલીસો સામે વિરોધ કરવાની તાકાત, સગીર વયની છોકરી કઈ રીતે બતાવી શકે અને તેને પોતાની પસંદગીના યુવક સાથે સંબંધ હોય તેનો અર્થ એવો તો ન જ કરી શકાય કે તેણે પોલીસોને સહમતી આપી હશે.
સ્ત્રીઓના લાંબા સંઘર્ષ અને કાયદો ઘડનારાઓ સાથે અનેક વખત ચર્ચા-વિચારણાઓ બાદ બળાત્કારના કાયદામાં કેટલાક સધારા કરવામાં આવ્યા, જે ફોજદારી કાયદા(સુધારા)અધિનિયમ,1983 તરીકે ઓળખાય છે. આ સુધારા હેઠળ બળાત્કારને લગતા કાયદામાં નીચે મુજબના નવા મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા
કસ્ટોડિયલ બળાત્કારને વધુ ગંભીર પ્રકારનો ગુનો ગણવામાં આવ્યો. એનો અર્થ એ કે, પોલીસ સ્ટેશન, જેલ, રિમાન્ડ હોમ કે એવું કોઈ અન્ય સ્થળ કે જેમાં સ્ત્રી જેની કસ્ટડી (રક્ષણ) હેઠળ હોય તેવા અધિકારી દ્વારા કરવામાં આવતા બળાત્કારને વધુ ગંભીર ગુનો ગણવામાં આવ્યો. આ પ્રકારના કેસમાં જો સંબંધ થયો છે એવું કહેવામાં આવે અને સ્ત્રી કહે કે તેણે સહમતી આપી નથી તો સ્ત્રીએ સહમતી આપી છે એવું સાબિત કરવાની જવાબદારી આરોપીની રહેશે.
ફોજદારી કાયદામાં કલમ-228(એ) ઉમેરવામાં આવી જે મુજબ પીડિત સ્ત્રીનું નામ કે ઓળખ જાહેર થાય તેવી કોઈ પણ માહિતી છાપવાને કે રજૂ કરવાને ગુનો ગણવામાં આવ્યો.
કલમ-327(2) હેઠળ જણાવવામાં આવ્યું કે બળાત્કારની ન્યાયી પ્રક્રિયા કૉર્ટમાં બંધ બારણે (ઇન કેમેરા) ચલાવવામાં આવશે.
જો કે, આ સુધારામાં સ્ત્રી-સંગઠનોની કાયદા અંગેની ઘણી બધી માગણીઓ સ્વીકારવામાં ન આવી. પરિણામે, વખતોવખત સ્ત્રી-સંગઠનોએ બળાત્કાર અને અને તમામ પ્રકારની જાતીય હિંસાઓને લગતા કાયદાઓમાં સુધારો કરવાની રજૂઆતો કરતી રહી છે.
વિવિધ દેશોમાં છે આવા અમાનવીય ગુના સામે કાયદાઓ
▪️સાઉદીમાં રેપના આરોપીનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવામાં આવે છે.
▪️અમેરિકામાં ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવે છે.
▪️યૂએઇમાં બળાત્કારીને એક અઠવાડિયામાં જ ફાંસી આપી મારી નાખવામાં આવે છે.
▪️ચીનમાં ડી.એન.એ. મેચ થતાં સીધી જ ફાંસી આપી મારી નાખવામાં આવે છે.
▪️જર્મનીમાં ગેસ ચેમ્બરમાં બળાત્કારીઓને ધકેલી દેવાય છે.
▪️ઘણા બધા દેશોમાં આરોપીને ઇલેક્ટ્રીક ખુરશી પર બેસાડીને 2 હજાર વોટનો કરંટ આપી મૃત્યુ અપાય છે.
ભારતીય કાનૂની કાયદાઓ મહિલા ઓને રક્ષણ આપે છે પરંતુ જ્યાં સુધી સમાજ ના દરેક લોકો સ્ત્રીઓ નું જ્યારે સન્માન કરતા થશે ત્યારેજ આ દુષણ માંથી મુક્તિ મળે એવું મારુ માનવું છે જ્યારે એક બાળકી ની માસુમીયત ની પરવા કર્યા વીના એને કચડી નાખતા આવા વિકૃત તત્વો ના વિચારો અને માનસિક વિકૃતિ ને બદલવા નું પણ ચોકસ પણે વિચારવું જોઈએ એ માટે સરકાર સમાજ સંસ્થાઓ તથા શિક્ષિત મહિલાઓએ આગળ આવવું જોઈએ અને રોજ બરોજ બનતા આવા અત્યાચારો ના બનાવો ને અટકાવા તાત્કાલિક અસરે થી કાયદા ઓમાં જરૂરી સુધારા કરી આવી પીડિતાઓ ને વેડા સર ન્યાય મળે તો મદઅંશે આવા ગુનાહિત ગુનાઓ પર રોક લાગશે તેવું લોકો નું માનવું છે.

