Khelo India : અનુરાગ ઠાકુરે આજે લખનૌમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેઈમ્સના વર્ષ 2022ના લોગો અને જર્સીનું અનાવરણ કર્યું

Khelo India : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Khelo India : કેન્દ્રિય યુવા કાર્ય અને ખેલ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે લખનૌમાં ગોમતીનગર ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેઈમ્સના વર્ષ 2022ના લોગો અને જર્સીનું અનાવરણ કર્યું હતું. તેમજ તેના શુભંકર અને એન્થમનું પણ અનાવરણ કર્યું હતું. આ અવસરે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Khelo India : ત્રીજી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેઈમ્સનું લખનૌના બાબુ બનારસીદાસ વિશ્વ વિદ્યાલયમાં તારીખ 25 મેના રોજ ઉદઘાટન થશે. ત્રીજી જૂન સુધી યોજાનારા આ ખેલ મહોત્સવમાં દેશની વિવિધ 200થી વધુ યુનિવર્સિટીના 4700થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. આ અવસરે કેન્દ્રિય ખેલ મંત્રીએ જણાવ્યુ હતું કે, ખેલો ઈન્ડિયાનું આ આયોજન અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન હશે.

Khelo India : આ અવસરે ઉપસ્થિત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખેલો ઈન્ડિયા કાર્યક્રમની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, ખેલ અને ખેલકૂદની ગતિવિધિઓ એ વ્યક્તિ,સમાજ અને દેશને સશક્ત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *