
ખેડા જિલ્લો છેલ્લા સપ્તાહમાં કોમી છમકલા સહિતના કોમવાદ વિવાદોમાં ઘેરાયો, 4 ઘટનાઓએ પોલીસની ઊંઘ હરામ કરી દિવાળી નજીક છે, માથે ચૂંટણી આવી રહી છે. તેવામા ખેડા જિલ્લાને નજર લાગી હોય તેવો ચિતાર જોવા મળી રહ્યો છે. વિતેલા એક સપ્તાહની જ જો વાત કરવામાં આવે તો, કોમવાદ સહિતના વિવાદોમાં જિલ્લો સપડાયો છે. જિલ્લાના કપડવંજ, માતર અને નડિયાદ પંથકમાં 4 જેટલી ઘટનાઓએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. જોકે પોલીસનો ચાંપતો બંદોબસ્ત અને જિલ્લા પોલીસ વડાના સતર્કતાના કારણે અંતે આવી ઘટનાઓ રોદ્ર સ્વરૂપ ધારણ ન કરતા સમેટાઈ ગઈ છે અને ઘી ના ઠામમા ઘી પડતા જિલ્લા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. તહેવારો ટાંણે વાતવરણ ડહોળાતા જે તે સમયે માહોલ ગરમાયો હતો તાજેતરમાં જ નવરાત્રી, દશેરા પર્વ પૂર્ણ થયો છે. બે વર્ષ બાદ વેપાર, ધંધામા તેજી સાથે આ પર્વને લોકોએ ઉમંગ ઉત્સાહથી ઉજવ્યો છે. પરંતુ આ તહેવાર ટાંણે ખેડા જિલ્લાની એકતાને નજર લાગી હોય તેવો ચિતાર સામે આવ્યો છે. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોમી એકતાને ખંડિત કરતા ચાર જુદા જુદા બનાવો પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી છે. જેના કારણે પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. જોકે પોલીસની સતત સતર્કતાથી આવા બનાવોએ મોટુ સ્વરૂપ ધારણ કર્યુ નથી. અને હાલ આ તમામ બનાવો સમેટાઈ ગયા છે.

પણ તહેવારો ટાણે વાતવરણ ડહોળાતા જે તે સમયે માહોલ ગરમાયો હતો. હાલ જિલ્લામા શાંતિ , સલામતી છે અને જિલ્લામા ભાઈચરો વધે તે દિશામાં લોકો આપમેળે આગળ આવી રહ્યા છે. સમગ્ર કાંડનો દોરી સંચાર કોણ છે તેને બે નકાબ કરી આવા બનાવોને અહીયાજ ડામી દેવા જોઈએ ચૂંટણીની હજુ બે માસનો સમય બાકી છે, ત્યારે જિલ્લામા આવા કોમી છમકલા મામલે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. તાજેતરમા થયેલા કપડવંજ અને માતરના ઊઢેલાની ઘટનામા પોલીસ મુળ સુધી પહોંચે અને સમગ્ર કાંડનો દોરી સંચાર કોણ છે તેને બે નકાબ કરી આવા બનાવોને અહીયાજ ડામી દે તેમ જાગૃત જિલ્લા વાસીઓ કહી રહ્યા છે. ખેડા જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના ચેરમેને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી ખેડા જિલ્લા કોંગ્રેસ લીગલ સેલદ્વારા ડીએસપીને રજૂઆત પણ કરાઈ હતી. જેમાં ચૂંટણીમાં લાભ લેવા માટે કોમી શાંતિ ડોહળનાર તત્વો સામે પગલાં ભરવા માગણી કરી હતી.ખેડા જીલ્લામાં વિવિધ ગામોમાં ક્ષુલ્લક કારણોસર નાના,નાના મુદદાઓને મોટું સ્વરૂપ આપી વાતાવરણ ડોહળી કોમી તંગદિલી ઉભી કરવી. આવી રહેલા તહેવારો દિવાળી, ઈદે મિલાદમાં કોમી વૈમનશ્ય ફૈલાવી કોમ-કોમ વચ્ચે ભાગલાં પાડી રાજકીય ભગીની સંસ્થાઓ ધ્વારા આચરવામાં આવેલા વ્યવસ્થિત ષડયંત્ર કરનાર સામે પગલાં ભરવા ખેડા જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન જયેશ તલાટીએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી માંગણી કરી છે. સંવેદનશીલ વિસ્તારોમા સી.સી.ટી.વી મુકવા માગ આ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, 2022ના વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહયા છે. તેવા સંજોગોમાં હતાશ થઈ ગયેલી સત્તાધારી પાર્ટી ધ્વારા કોમી વૈમનસ્ય ફૈલાવી કોમ-કોમ વચ્ચે દુશ્મનાવટો ઉભી કરી રાજકીય લાભ ખાટવાનો બદઈરાદો હોય શકે છે આ સંજોગોમાં આપને આગ્રહભરી વિનંતી કરવાની કે, પોલીસ તથા વહીવટીતંત્ર કાયદા પ્રમાણે પોતાની ફરજો બજાવે અને કાયદો હાથમાં ન લે તેનું ધ્યાન રાખવા આપને વિનંતી કરી રહયો છું તથા આપના રેકર્ડ ઉપર રહેલ સંવેદનશીલ વિસ્તારોને ધ્યાને લઈ સમગ્ર ખેડા જીલ્લામાં સી.સી.ટી.વી ફુટેજ મેળવી શકાય તે રીતે સઘન પોલીસ બંદોબસ્ત મુકવા માગણી કરી છે.

શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર પોલીસ કવાયત હાથ ધરી છે આવનાર સમયમાં રવિવારના રોજ મુસ્લિમ સમાજનો ઈદે મિલાદ તહેવાર અને હિન્દુ સમાજનો શરદ પૂનમનો તહેવાર બન્ને એકજ દિવસે આવી રહ્યા છે. આ દિવસે પણ ગામેગામ ગરબાનુ આયોજન થશે તો આ દિવસ દરમિયાન પણ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર પોલીસ કવાયત હાથ ધરી છે. અને ઉપરોક્ત બનાવના પગલે હિન્દુ, મુસ્લિમ વચ્ચે જે તનાવ છે તે વધુ પ્રસરે નહી અને ભાઈચારામા પરીણમે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જ્યાં સંવેદનસિલ છે ત્યાં વિશેષ બંદોબસ્ત રહેશે : જિલ્લા પોલીસ વડા ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને રવિવારે બન્ને તહેવાર બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, કપડવંજ તેમજ ઉઢેલા અને સંધાણા જેવા ગામમાં સંવેદનશીલતા જોવા મળે છે આ સ્થળે વિશેષ બંદોબસ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે ખાનગી રાહે પણ પોલીસ નજર રાખશે તમામ લોકોને પોલીસ તરફથી એવી અપીલ છે કે એકબીજાના ધાર્મિક તહેવારને માન આપે અને કોઈ જાતનો અડચણ વગર તહેવારો શાંતિના વાતાવરણમાં તેમજ ઉત્સાહથી ઉજવે ખોટી અફવા ન ફેલાવે તેમ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું છે. જિલ્લાની ફ્લેશબેક ઘટનાઓ પર એક નજર 30 સપ્ટેમ્બર 2022ના રોજ નડિયાદના હાથજ ગામની પ્રાથમિક શાળા ગરબાનો વીડિયો વાયરલ મામલે વિવાદોમાં ઘેરાઈ 2 ઓક્ટોબર 2022ના રોજ ખેડા જિલ્લાના કપડવંજમાં લવજેહાદના બનાવ પ્રકાશમાં આવ્યો 3 ઓક્ટોબર 2022 માતર તાલુકાના ઊઢેલા ગામે આઠમના ગરબામા પથ્થરમારાની ઘટના 5 ઓક્ટોબર 2022ના રોજ કપડવંજમા 2 બાઈક સવાર પર પથ્થરમારાથી તંગદિલી