
જૂનાગઢમાં ગત રાતે એસઓજીએ અહીંના હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા એક શખ્સને તેના ઘરમાંથી 3.184 કિલો ગાંજા ના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો તથા બે શખ્સો સામે સી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જુનાગઢ એસઓજી ને બાતમી મળી હતી કે અહીંના હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા જીગ્નેશ નામનો એક શખ્સ ગાંજાનું વેચાણ કરે છે તેને લઈને ગત રાતે પોલીસે અહીં એલ -43, બ્લોક નંબર 342 માં રેડ કરી હતી અહીં ઘરમાં રહેતા જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદ ગોંધીયા ઉમર વર્ષ 48 નામના શખ્સ ને ઝડપી લઈને તેના ઘરની તલાસી લેવામાં આવી હતી

ત્યારે તલાસી લેતા એક ડબ્બામાંથી 31840 ની કિંમતનો 3.184 કિલ્લો ગાંજાનો જથ્થો મળી આવતા તેને કબજે લઈ ને પૂછતાજ કરતા તેમણે જણાવ્યું હતું કે આ જથ્થો તે ત્રણ દિવસ પહેલા અંબાજી બસ સ્ટેન્ડ પાસેથી રીમો નામના શખ્સ પાસેથી 75 હજારમાં લાવીને છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. બાદ પોલીસે બંને શખ્સો સામે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે