JAIN : જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મ.સા. આદિઠાણાનું અગામી ચાતુર્માસ માંડવી કચ્છમાં કરવા જય બોલાવાઇ

JAIN : જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મ.સા. આદિઠાણાનું અગામી ચાતુર્માસ માંડવી કચ્છમાં કરવા જય બોલાવાઇ

JAIN : જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મ.સા.ના ચતુર્માસની જય બોલાતા માંડવીના સમસ્ત જૈન સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ.

JAIN : પ્રખર પ્રવચનકાર,સંયમ શિરોમણી, જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી મ.સા.આદિઠાણાનું અગામી ચાતુર્માસ વિક્રમ સંવત 2080 (ઇ. સ. 2024) નું માંડવી થાય તે માટે વિનંતી કરવા તાજેતરમાં માંડવી સંઘના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ શાહ સહિત માંડવીના પાંચેગચ્છ ના 36 ભાઈ બહેનો અમદાવાદ ગયા હતા.

JAIN : જૈનાચાર્ય યશોવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ માંડવી જૈન સંઘની એકતાને બિરદાવી આગામી 2024 ના વર્ષમાં ચાતુર્માસ માંડવી કચ્છમાં કરવા માંડવીના ભાઈ બહેનોની વિનંતી નો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

આગામી 2024 ના વર્ષમાં ચાતુર્માસ માંડવી કચ્છમાં કરવા તારીખ 26 /06 ને સોમવારના અમદાવાદ મધ્યે જય બોલાવાઈ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને સંઘના પુવૅ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

આવતા વર્ષે માંડવીમાં જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજીનું ચાતુર્માસની જય બોલાતા માત્ર તપગચ્છ સંઘજ નહીં પરંતુ માંડવીના સમસ્ત જૈન સમાજમાં પાંચેગચ્છમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે માંડવીમાં જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી ની નિશ્રામાં થયેલ ચૈત્રમાસની આયંબિલ તપ ઓળીમાં માંડવીમાં રેકોર્ડ રૂપ આયંબિલ તપની ઓળી પાંચેગચ્છના ભાઈ બહેનોએ કરી હતી તેમજ ગત વર્ષે જૈનાચાર્ય યશોવિજય સુરીશ્વરજી નું ચાતુર્માસ ભુજમાં હતું ત્યારે તેમની નિશ્રા માં કચ્છમાં રેકર્ડ 216 ભાવિકોએ માસશ્રમણ (30 ઉપવાસ)ની આરાધના કરી હતી. આ જૈનાચાર્ય પ્રખર પ્રવચનકાર છે. તેમનું પ્રવચન સાંભળવું એ પણ એક લહાવો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તેમજ મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *