ISIની નાપાક હરકત, પંજાબમાં આતંક ફેલાવવા બનાવ્યું ‘લશ્કર-એ-ખાલસા’ સંગઠન

પંજાબમાં આતંક ફેલાવવા બનાવ્યું ‘લશ્કર-એ-ખાલસા’ સંગઠન, ISIની નાપાક હરકત,

આતંકનો પર્યાય બની ચૂકેલી પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIએ આતંક ફેલાવવા માટે ‘લશ્કર-એ- ખાલસા’નામના આતંકવાદી જૂથની રચના કરી છે.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ પંજાબમાં આતંકવાદી ઘટનાઓ માટે એક નવા નામ હેઠળ એક આતંકી જૂથની રચના કરી છે. જાણકારી અનુસાર નવા આતંકી ગ્રુપનું નામ ‘લશ્કર-એ-ખાલસા’ રાખવામાં આવ્યું છે. આ આતંકી જૂથમાં સામેલ લોકોને અફઘાન લડવૈયાઓ તાલીમ આપી રહ્યા છે. લશ્કર-એ-ખાલસામાં પણ અફઘાન આતંકવાદીઓને સામેલ કરવામાં આવ્યા છે. એવું જોવા મળ્યું છે કે અફઘાન આતંકવાદીઓને આરપીજી સહિત તમામ આધુનિક શસ્ત્રો ચલાવવાનો અનુભવ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ગ્રુપ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં પણ હુમલા કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ સાથે જ પંજાબ અને હરિયાણાના સ્થાનિક ગુંડાઓ અને ગુનેગારોને પણ આ આતંકી ગ્રુપમાં સામેલ કરવાના પ્રયાસો થઇ રહ્યા હોવાની માહિતી મળી છે. જેમાં ડ્રગ્સ દ્વારા કમાણીની લાલચ આપીને તેમને સામેલ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

મોહાલીના ઇન્ટેલિજન્સ બિલ્ડિંગમાં બ્લાસ્ટ સોમવારે મોડી સાંજે પંજાબના મોહાલીમાં પોલીસ ઇન્ટેલિજન્સ હેડક્વાર્ટરની બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો છે. આ ઘટના વિશે હવે ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બે શંકાસ્પદ લોકો એક કારમાં આવતા જોવા મળ્યા હતા. તેમણે લગભગ 80 મીટર દૂર એક રોકેટમાંથી રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ ફેંક્યો હતો.

બ્લાસ્ટ બાદથી પંજાબ હાઈ એલર્ટ પર છે. જે બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો છે તેની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો તરફ જતા તમામ રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. જો કે પંજાબ પોલીસે તેને આતંકી ઘટના ગણાવી હોવાની પુષ્ટિ કરી નથી, અને પોલીસે કહ્યું કે આ એક નાનો વિસ્ફોટ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *