રાષ્ટ્રપ્રેમ સાથે જીવદયા ના કાર્ય કરતા માંડવી ના યુવાનો

રાષ્ટ્રપ્રેમ સાથે જીવદયા ના કાર્ય કરતા માંડવી ના યુવાનો

રાષ્ટ્રપ્રેમ સાથે જીવદયા ના કાર્ય કરતા માંડવી ના યુવાનો

આઝાદી અમૃત મહોત્સવ “હર ઘર તિરંગા” અંતર્ગત માંડવી ના જી.ટી હાઈસ્કૂલ 1995 ના વિધાર્થીઓ ના ગ્રુપે એક અનેરો સંદેશો આપ્યો છે. રાષ્ટ્રપ્રેમ સાથે જીવદયા ના કાર્ય માંડવી ના યુવાનો કરી રહ્યા છે.

હાલ લમ્પી રોગ માં ગૌ વંશ ની સેવા માં આ ગ્રુપ ના યુવાનો લીન થઈ ગયા હોય તે રીતે અઠવાડિયા માં બે દિવસ શહેર ના વિવિધ વિસતારોમાં ફરી ગૌ વંશ ની સેવા કરી રહ્યા છે.સેવા ના ઉપયોગ માં લેવાતા ટેમ્પો પર ચારે બાજુ તિરંગો લહેરાવી આ યુવાનો શહેર ના વિવિધ વિસ્તારો માં ગૌ વંશ ની સેવા કરી હતી અને શહેરી જનો ને અનેરો જીવદયા સાથે રાષ્ટ્ર પ્રેમ નો સંદેશો આપ્યો હતો.

આ સેવા યજ્ઞ માં નિલેશ ચાંપાનેરિયા, ચંદ્રેશ માલમ દર્શન ઓઝા, શેલેશ શાહ,મનોજ મામતોરા,જયેશ સોની,પ્રતીક શાહ, રવિ ભાઈ, અશોક ખારવા,ભાવેશ શાહ,રાજીવ શાહ,અજય ખત્રી,રાજુ ખત્રી,તેજશ શાહ સહિત યુવાનો જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *