ભારતે લખ્યો વ્હોટસએપને પત્ર

મોદી સરકારે લખ્યો સીઈઓને પત્ર
ભારતીયો માટે નવી પોલીસી પરત લેવા કરી રજૂઆત
નવી પ્રાઈવેટ પોલીસીનો અમલ મે સુધી કર્યો છે સ્થગિત

સોશિયલ મીડિયા એપ વ્હોટસએપની નવી પ્રાઈવેટ પોલીસીનો વિરોધ દિન પ્રતિદિન વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે.નવી પ્રાઈવેટ પોલીસીનો વિરોધ કરનાર ભારતીયોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે ભારત સરકારે પણ વ્હોટસએપને પત્ર લખીને નવી શરતો અને પોલીસી પરત લેવા સુચન કર્યું છે.

ભારત સરકારના ઇલેક્ટ્રોનીક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે વ્હોટસએપના સીઈઓને પત્ર લખ્યો છે .પત્રમાં તેમણે કહ્યું છે કે ભારતીય નેટીજન માટે નવી ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઈવેટ પોલીસી પરત લેવામાં આવે.ભારતે વ્હોટસએપના ગ્લોબલ સીઈઓ વિલ કેથાટને પત્ર લખ્યો છે.જેમાં યુજર્સની ઇન્ફોર્મેશન સિક્યુરીટી પર સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે ચેટ ડેટા બિજનેસ એકાઉન્ટ સાથે શેર કરવાથી ફેસ્બુકની અન્ય કંપનીઓને યુજર્સ અંગે તમામ માહિતી મળી જશે.જેનાથી તેમની સુરક્ષાને ખતરો છે.
મંત્રાલય અનુસાર વ્હોટસએપનું એ કહેવું કે માનો અથવા છોડી દો,એટલે કે યુજર્સને નવી શરતો માનવા મજબુર કરવામાં આવી રહ્યા છે.જેમાં તેમને મનાઈ કરવાનો વિકલ્પ જ નથી.મોદી સરકારે વર્ષ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે આપેલા પ્રાઈવેસીના નિયમો પર પણ વ્હોટસએપનું ધ્યાન દોર્યું છે.મંત્રાલયે પૂછ્યું છે કે જયારે ભારતીય સંસદમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બીલ પર ચર્ચા ચાલી રહી છે ત્યારે વ્હોટસએપ આ નીતિ કેમ લાવ્યું? આ બીલ સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ વિચારાધીન છે.જેમાં ડેટાના હેતુ મર્યાદા માટે જોગવાઈ છે એટલે કે કંપની જે કામ કટે યુજર્સનો ડેટા લઇ રહી છે માત્ર તેના માટે જ ઉપયોગ કરી શકે છે અને તેના માટે યુજર્સની સંમતિ જરૂરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વ્હોટસએપે ભારત સહીત અન્ય ઘણા દેશોમાં વિરોધ થયા બાદ નવી પ્રાઈવેસી પોલીસીનો અમલ આગામી મે મહિના સુધી સ્થગિત કર્યો છે.આ પહેલા ગઈકાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં પણ નવી પોલીસીને પડકારતી અરજી પર સુનાવણી યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *