અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનની ટીમમાં ગુજરાતી રીમા શાહ

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનની ટીમમાં ભારતીય મહિલાનો સમાવેશ
જો બાઈડનની ટીમમાં બે ગુજરાતી સહીત ૨૦ ભારતીયોને સ્થાન
ગુજરાતી રીમા શાહનો કેબિનેટમાં સમાવેશ

૩૧ વર્ષીય રીમા શાહની ડેપ્યુટી એસોસિએટ્સ કાઉન્સિલ પદે નિમણુક રીમા શાહ કચ્છના માંડવી તાલુકાના દુર્ગાપુરના જૈન પરિવારની પુત્રી

અમેરિકાના મનોનીત રાષ્ટ્રપતિ જો બાઈડન આગામી ૨૦મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપ્રમુખ પદની શપથ લેવાના છે.ત્યારે તેમણે કેબીનેટની રચનાને અંતિમ ઓપ આપવાનું શરુ કરી દીઘું છે. જેમાં તેમણે બે ગુજરાતી સહિત ૨૦ ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું છે.

આગામી ૨૦ જાન્યુઆરીએ જો બાઈડન અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવાના છે.ત્યારે તેમના મંત્રીમંડળમાં બે ગુજરાતી સહિત ૨૦ ભારતીય મૂળના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મૂળ ગુજરાતના કચ્છના માંડવી તાલુકાના દુર્ગાપુરના જૈન પરિવારની દીકરી રીમા શાહને પણ સ્થાન આપવામાં આવ્યું છે.૩૧ વર્ષીય રીમા શાહની ડેપ્યુટી એસોસિએટ્સ કાઉન્સિલ પદ પર નિમણુક કરાઈ છે.
કચ્છના દુર્ગાપુરની મૂળ નિવાસી અને અમેરિકના ન્યુજર્સીમાં મોલ વ્યવસાય સાથે સંકળાયેલ જૈન પરિવારની રીમા શાહ ડેપ્યુટી એસોસિએટ્સ પદ પર ફરજ બજાવશે.રીમા શાહની નિમણુકથી ભારત,ગુજરાત અને કચ્છ સહિત વિસા ઓસવાલ મૂર્તિપૂજક જૈન સમાજમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઓહિયા સ્ટેટની ચૂંટણીમાં મૂળ ભુજની નીરજ અંતાણી સેનેટર પદ પર ચૂંટાઈ આવી હતી.તેમને સૌથી યુવા સેનેટર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.હવે દુર્ગાપુરની રીમા શાહની નિમણુકથી અમેરિકામાં કચ્છ અને ગુજરાતનું નામ રોશન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *