India vs Pakistan એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ

India vs Pakistan એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ

India vs Pakistan એશિયન ગેમ્સ 2026ના મેન્સ ક્રિકેટના મહામુકાબલામાં ભારતે ચિરપ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને 19 રને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી આ હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે પ્રથમ બેટિંગ કરતા 211 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 192 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ભારતે ગોલ્ડ મેડલ જીતીને પોતાનું ટાઈટલ સફળતાપૂર્વક જાળવી રાખ્યું છે.

India vs Pakistan અભિષેક શર્મા અને તિલક વર્માની તોફાની ફિફ્ટી: ભારતે 211 રન બનાવ્યા

ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં 6 છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 31 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા સાથે 61 રનની સનસનાટીભરી ઇનિંગ રમી હતી. મિડલ ઓર્ડરમાં તિલક વર્માએ પણ અણનમ 51 રન અને શિવમ દૂબેએ 27 રનની આક્રમક બેટિંગ કરી હતી. આ સિવાય વૈભવ સૂર્યવંશીએ 15, ઈશાન કિશને 20 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 21 રનનું યોગદાન આપતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા.

India vs Pakistan હસન નવાઝની વળતી લડત છતાં પાકિસ્તાન ધૂળ ચાટતું થયું

212 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત આક્રમક રહી હતી, પરંતુ ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ કરીને પાકિસ્તાન પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. પાકિસ્તાન તરફથી હસન નવાઝે 51 બોલમાં 96 રનની તોફાની ઈનિંગ રમીને એક સમયે મેચ રોમાંચક બનાવી દીધી હતી. પરંતુ વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ અને શિવમ દૂબેએ સમયાંતરે વિકેટો ઝડપીને પાકિસ્તાનના વિજયના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

India vs Pakistan અંતિમ ઓવરમાં દૂબેનો કમાલ: 19 રને ભવ્ય વિજય

પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 બોલમાં 33 રનની જરૂર હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે અંતિમ ઓવર શિવમ દૂબેને સોંપી હતી. દૂબેએ ઓવરના છેલ્લા બોલે હસન નવાઝને આઉટ કરીને પાકિસ્તાનને 192 રન પર રોકી દીધું હતું. ભારતીય ટીમની આ શાનદાર જીત સાથે જ જાપાનની ધરતી પર ભારતનો તિરંગો લહેરાયો હતો. નોંધનીય છે કે, આ જ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશને 63 રને હરાવીને શ્રીલંકાની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

India vs Pakistan બંને દેશોની ફાઈનલ ટીમ :

પાકિસ્તાન (પ્લેઇંગ XI): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), માઝ સદાકત, ઉસ્માન ખાન (વિકેટકીપર), સાઇમ અયૂબ, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અહમદ દાનિયાલ, સાદ મસૂદ, અબરાર અહમદ, સુફિયાન મુકીમ

ભારત (પ્લેઇંગ XI): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઇશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ

વધુ સમાચારો માટે અહીં કલિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *