
ઇંગ્લેન્ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું છે. 125 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડે 4.3 ઓવર બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો. આ મેચ જીતીને ઇંગ્લેન્ડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત વર્ષની પહેલી T-20 મેચ હારી ગયું છે. તેમજ ઘરઆંગણે 12 T-20 પછી ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલાં 8 ડિસેમ્બર 2019ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે મેચ ગુમાવી હતી. ત્યારે તિરુવનંતપુરમમાં વિન્ડીઝે 8 વિકેટે માત આપી હતી.